• ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ ન ખાવું
  • એક્ઝિમા જેવી બીમારીથી પીડિતોએ સેવન ટાળવું
  • ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલની સમસ્યામાં ખાવું નહીં

શિયાળામાં જામફળની સીઝન શરૂ થઈ જાય છે. અનેક ઓછા લોકો એવા હોય છે જેમને તે ખાવું પસંદ હોતું નથી. જામફળના અનેક ફાયદા છે. જામફળના ફાયદા હેલ્થને ફાયદો કરશે. જ્યારે પણ કોઈનું પેટ ખરાબ હોય તો તેમને જામફળ અને કેળા ખાવાની સલાહ અપાય છે. પરંતુ અનેક ઓછા લોકો છે જેમને ખ્યાલ હોય છે કે તેના નુકસાન પણ છે. જામફળને કેટલીક બીમારીઓના લોકોએ ન ખાવા જોઈએ. તો જાણો તેના વિશે અને રહો સાવધાન.

આ બીમારીઓમાં ન ખાઓ

  1. જે લોકોને ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલની સમસ્યા છે તેઓએ તેનું સેવન કરવું નહીં. જો તમે જામફળ ખાઈ લીધા બાદ પેટ દર્દ કે ઉલ્ટી જેવું અનુભવો છો તો તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ.
  2. જેમને એક્ઝિમાની બીમારી છે તેઓએ તેને ખાવાનું ટાળવું. તેનાથી સ્કીનમાં બળતરા થઈ શકે છે. તેના પાનનો ઉપયોગ અર્કના રૂપમાં ન કરવો.
  3. જેમની સર્જરી થવાની છે તેઓએ તેના 15 દિવસ પહેલા તેનું સેવન બંધ કરી દેવું. તેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં મુશ્કેલી આવી શકે છે.
  4. ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી મહિલાઓએ જામફળનું સેવન કરવું નહીં. જે લોકોને શરદી છે તેઓએ પણ તેમનું સેવન કરવું નહીં. તેની તાસીર ઠંડી હોય છે.
  5. શુગરના દર્દીઓએ તેનું સેવન ઓછા પ્રમાણમાં કરવું. જો તમે પણ તેનું સેવન કરો છો તો તમારું શુગર લેવલ ચેક કરાવતા રહો અને સાવધાની રાખો.

જામફળ ખાવાથી પાચન અને કફની મુશ્કેલીઓ દૂર થાય છે. જામફળમાં વિટામિન એ, વિટામિન સી અને ફાઈબરની સાથે ફોલિક એસિડ હોય છે. આ પોટેશિયમ, કોપર અને મેંગેનીઝ જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. જામફળ ખાવાથી પાચન અને કફની મુશ્કેલી ઝડપથી દૂર થશે. કેમકે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી કેન્સરના ગુણ હોય છે. તે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો દૂર કરે છે. આ સિવાય એન્ટી એજિંગ ગુણ સ્કીનની કરચલીને દૂર કરવામાં મદદ કરશે.

  • Follow us on: