• પાર્ટનરની સાથે ડિનર ડેટ પર જાઓ
  • માતાને લંચ કે બ્રેકફાસ્ટ બનાવીને સ્પેશિયલ ફીલ કરાવો
  • બહેનને ખાસ ગિફ્ટ આપીને ખુશ કરો
આ વર્ષે 8 માર્ચે હોળીની સાથે સાથે દુનિયામાં મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી થશે. ભારતીય સમાજની વાત કરીએ તો મહિલાઓનો ઘરમાં અને લાઈફમાં ખાસ ફાળો હોય છે. ઘર હોય કે ઓફિસ, તમામ જગ્યાએ તેમની હાજરી તમારી લાઈફને સરળ બનાવી દે છે. મહિલાઓ બેટર હાફ, બેટર સપોર્ટ છે. અન્ય શબ્દોમાં કહીએ તો તે લાઈફ લાઈન છે અને કોઈ પરિવારને નજીકથી જોઈએ તો તે પરિવારની ઈંટ સમાન હોય છે. એવામાં આ વખતે મહિલા દિવસે તમારા જીવનમાં ખાસ ગણાતી મહિલાઓનો દિવસ ખાસ બનાવી લો તે જરૂરી છે. તો જાણો કઈ ટ્રિક્સ તમારી મદદ કરશે.

પાર્ટનરની સાથે ડિનર ડેટનું કરો પ્લાનિંગ
જો તમારી બેટર હાફ કે પાર્ટનર છે તો તમે તેના દિવસને ખાસ બનાવી શકો છો. તેને લઈને તમે ડિનર ડેટ પર જઈ શકો છો. તમે તેમની પસંદની ડિશ મંગાવી શકો છો અને તેમને પૂછ્યા વિના તેમની ઈચ્છાઓને માન આપી શકો છો. તેનાથી તે ખુશ થઈ જશે.

માતાને સ્પેશિયલ ફીલ કરાવો
જો તમારા જીવનમાં સ્પેશિયલ વ્યક્તિ તમારી માતા છે તો તમે ખાસ રીતે તેમને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. માતાને માટે સ્પેશિયલ લંચ તૈયાર કરો. માતાની સાથે બેસીને તેમનું ફોટો આલ્બમ જુઓ, તેમના વખાણ કરો. માતાને એવી ગિફ્ટ આપો જે તેમની ઈચ્છાઓને પૂરી કરે છે. આ દિવસે તમારી માતાની સાથે એક લોન્ગ ડ્રાઈવ પર જાઓ. તમે તમારી માતાને માટે એક કિટ્ટી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી શકો છો. તેમાં તમે તેમના મિત્રોને ઈન્વાઈટ કરો અને માતાને એક સ્પેશિયલ સ્પીચ આપો.

બહેનને પણ આ રીતે આપો સ્પેશિયલ ટ્રીટમેન્ટ
જો તમારા જીવનમાં ખાસ મહિલા તમારી બહેન છે તો તમે જ્વેલરી ગિફ્ટ કરી શકો છો. બહેનને એવી ગિફ્ટ આપો જેના માટે તે લડતી ઝઘડતી હોય. તમારી બહેન બાળપણથી તમારી લાઈફનો ભાગ રહી છે. એવામાં તેને સ્પેશિયલ ફીલ કરાવવા તમે તેની દરેક વાતમાં હા, મેડમજી કહો. અને પછી જુઓ આ દિવસ તે હંમેશા યાદ રાખશે.  
  • Follow us on: