• જંબુસરના કવિ કંબોઈ ગામમાં છે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર
  • દિવસમાં 2 વાર દર્શન આપીને થઈ જાય છે અદ્શ્ય
  • 150 વર્ષ જૂના આ મંદિરનો અનોખો છે મહિમા

તમે અનેકવાર ભગવાન શિવના એવા મંદિરમાં ગયા હશો જ્યાં તેમની એક મૂર્તિ સ્થાપિત છે અને શ્રદ્ધાળુ તેમની સાચા દિલથી પૂજા કરે છે. પરંતુ તમે ક્યારેય એવું મંદિર જોયું છે જ્યાં ભગવાન શિવ દિવસમાં 2 વાર દર્શન આપે છે અને પછી મંદિર જળમગ્ન થઈ જાય છે. જો તમે આવું મંદિર નથી જોયું તો તમે તેના દર્શન કરવાનો પ્લાન કરી શકો છો.

 ક્યાં આવેલું છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર

આ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લગભગ 175 કિમી દૂર જંબુસરના કવિ કંબોઈ ગામમાં છે. ટ્રાફિક ન મળે તો તમે ગાંધીનગરથી અહીં 4 કલાકમાં પહોંચી શકો છો. મંદિર 150 વર્ષ જૂનું છે જે અરબ સાગર અને ખંભાતની ખાડીથી ઘેરાયેલું છે. આ મંદિરનો મહિમા જોવા માટે તમે અહીં સવારથી લઈને રાત સુધી રોકાઓ તે જરૂરી છે.

મંદિરની પાછળની વાતો

શિવપુરાણના અનુસાર તાડકાસુર નામના અસુરે ભગવાન શિવને પોતાની તપસ્યાથી ખુશ કર્યા હતા. તેના બદલામાં શિવે તેમને ઈચ્છાનુસાર વરદાન આપ્યું. વરદાન એ હતું કે તે અસુરને શિવપુત્ર સિવાય કોઈ મારી શકશે નહીં અને પુત્રની ઉંમર પણ 6 દિવસની હોવી જોઈએ. વરદાન મળ્યા બાદ તાડકાસુરે બધી તરફ લોકોને પરેશાન કરવાનું અને તેમને મારવાનું શરૂ કર્યું. આ બધું જોઈને દેવતાઓ અને ઋષિ મુનીઓએ શિવજીને તેનો વધ કરવાની પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના સાંભળીને શ્વેત પર્વત કુંડથી 6 દિવસના કાર્તિકેયે જન્મ લીધો. અસુરનો વધ કાર્તિકેયે કર્યો પણ શિવભક્તની જાણકારી મળ્યા બાદ તેને વધારે દુઃખ થયું.

આ હતું મંદિર બનાવવા પાછળનું કારણ

કાર્તિકેયને જ્યારે એ વાતનો અહેસાસ થયો તો ભગવાન વિષ્ણુએ તેમને પ્રાયશ્ચિત કરવાનો અવસર આપ્યો. વિષ્ણુ ભગવાને તેમને સૂચન કર્યું કે જ્યાં તેઓએ અસુરનો વધ કર્યો છે ત્યાં શિવલિંગની સ્થાપના કરો. આ રીતે આ મંદિરને બાદમાં સ્તંભેશ્વરના નામે ઓળખવામાં આવ્યું.

શા કારણે મંદિર ડૂબે છે દિવસમાં 2 વાર

ભારતમાં સમુદ્રની અંદર અનેક તીર્થ સ્થળ છે પણ તેમાં એવું કોઈ મંદિર નથી જે પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. પરંતુ સ્તંભેશ્વર મહાદેવ મંદિર એક એવું છે જે દિવસમાં 2 વાર સમુદ્રમાં સમાઈ જાય છે. આ કારણે આ મંદિર અનોખું છે. તેની પાછળનું કારણ પ્રાકૃતિક છે, આખા દિવસમાં સમુદ્રનું સ્તર વધે છે જે મંદિર સંપૂર્ણ રીતે ડૂબી જાય છે અને પછી પાણીનું સ્તર ઓછું થયા બાદ તે મંદિર ફરીથી જોવા મળે છે. આવું સવાર અને સાંજ 2 વાર થાય છે અને સાથે લોકો દ્વારા તેને શિવનો અભિષેક માનવામાં આવે છે.

કેવી રીતે પહોંચશો કંબોઈ

કંબોઈ વડોદરાથી 78 કિમીના અંતરે છે. તમે ટ્રેન અને બસથી પણ વડોદરા પહોંચી શકો છો.વડોદરા રેલ્વે સ્ટેશન કવિ કંબોઈથી સૌથી નજીકનું સ્ટેશન છે. આ સ્ટેશનથી વડોદરા, ભરૂચ અને ભાવનગર જેવા શહેરો સડક માર્ગથી સારી રીતે જોડાયેલા છે. વડોદરાથી સ્તંભેશ્વર જવા માટે તમે પ્રાઈવેટ ટેક્સી પણ લઈ શકો છો. 

  • Follow us on: