રોજિંદા જીવનમાં આપણા આહારમાં જમવા સાથે કે વાનગીઓમાં દહીંનો ઉપયોગ તો થતો જ હોય છે. એમાં શિયાળામાં દહીં જમાવવુ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત લોકોનું દહીં ખૂબ પાતળું થઈ જાય છે અને ક્યારેક ખાટું પણ થઈ જતું હોય છે.


દહીં જમાવવા માટે, સંપૂર્ણ ગુણોત્તર હોવો જરૂરી છે. એટલે કે, દૂધ કેટલું જાડુ હોવુ જોઈએ, કેટલું ઠંડુ કરવું જોઈએ અને તેમાં કેટલું દહીં ઉમેરવું જોઈએ અને દહીં જમાવવા માટે યોગ્ય તાપમાન શું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, તમે ખૂબ જ ઘટ્ટ અને મીઠુ દહીં બનાવી શકો છો. આ રીતે, દહીં પર ક્રીમનું જાડું પડ બનશે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. દહીં સેટ કરવાની સાચી રીત જાણો

ઘટ્ટ અને મીઠુ દહીં જમાવવાની રીત

1:

જો તમે કોઈ ખાસ હેતુ માટે ઘટ્ટ અને મીઠુ દહીં બનાવવા માંગતા હો, તો તમારે દહીં બનાવવાની પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવો પડશે. જો તમે મકરસંક્રાંતિ પર દહીં ચૂડા ખાવાનું વિચારી રહ્યા છો, તો તેના માટે ઘટ્ટ દહીં તૈયાર કરો.

2:

ઘટ્ટ દહીં બનાવવા માટે, સૌથી પહેલા તો ભેંસનું દૂધ અથવા ફુલ ક્રીમ દૂધ લો. હવે એક પેનમાં દૂધ નાખો અને તેને ઉકાળવા મુકી દો.

1 લિટર દૂધ જાડુ થઈને 750 મિલી જેટલું રહી જાય ત્યારપછી ગેસ બંધ કરી દો. 4 ગ્લાસ જેટલું દૂધ ૩ ગ્લાસ જેટલું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવા દો.

3:

હવે દૂધને ઠંડુ થવા દો અને આ માટે તમે હલાવતા સમયે દૂધને ઠંડુ કરો. તમે 2 જગ અથવા સમાન મોટા વાસણો લો. દૂધને ઊંધુંચત્તુ કરતી વખતે ઉંચાઈથી રેડો અને તેને ફેટી લો. દૂધ થોડું ગરમ ​​થાય એટલે જોરશોરથી હલાવીને દહીં બનાવવાના વાસણમાં નાખો

4:

હવે દૂધમાં લગભગ 1 ચમચી દહીં મિક્સ કરો. ધ્યાનમાં રાખો કે દહીં ખૂબ ખાટું ન હોવું જોઈએ. જો દહીં ખાટું હશે તો તેનું પ્રમાણ હજુ પણ ઓછું રાખો. હવે દૂધમાં દહીં મિક્સ કરો. જો તમે આ ઋતુમાં દહીં બનાવી રહ્યા છો, તો તેના માટે ઊંડા અને ઊંચા વાસણનો ઉપયોગ કરો.

5:

દહીંવાળા વાસણને થોડી ગરમ જગ્યાએ લગભગ 8-10 કલાક એટલે કે આખી રાત રાખો. સવારે, તમારા માટે એકદમ તાજું, મીઠું અને ઘટ્ટ દહીં તૈયાર હશે. આ દહીં બિલકુલ ખાટું નહીં હોય અને દૂધ ઘટ્ટ હોવાને કારણે તેમાં થોડી મીઠાશ પણ રહેશે.

Disclaimer: સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: