- ફર જેકેટ નરમ- ગરમ અને આરામદાયક રહે છે
- ઓવરસાઈઝ્ડ હૂડી પણ ટ્રેન્ડમાં છે તે તમારી સ્થૂળતા પણ છુપાવે છે
- સ્ટાઈલ સાથે કમ્ફર્ટ રહેવા માટે ક્રોપ પફર જેકેટ બેસ્ટ રહેશે
બદલાતી સીઝનની સાથે સાથે વ્યક્તિના પહેરવેશમાં પણ ફેરફાર જોવા મળે છે. શિયાળાની સીઝન શરૂ થવાની છે ત્યારે યુવતીઓએ નવા ટ્રેન્ડને લઈને શોપિંગ શરૂ કરી દીધું છે. શિયાળાની સીઝનમાં સ્ટાઈલિશ દેખાવવાના ચક્કરમાં તમે બીમાર થઈ સકો છો. શિયાળાના કહેરથી બચવાની સાથે સ્ટનિંગ લૂક માટે તમે તમારા વોર્ડરોબમાં કેટલીક ચીજો સામેલ કરી લો તે જરૂરી છે. તો જાણો કઈ ચીજોને વિંટર કલેક્શનમાં સામેલ કરી શકો છો.
ફર જેકેટ
ફર જેકેટ શિયાળામાં ટ્રેન્ડમાં રહે છે. તે નરમ હોવાની સાથે ગરમ અને આરામદાયક પણ રહે છે. જે તમામ આઉટફિટની સાથે સારા લાગે છે. કોઈ પણ અવસરે તમે આ જેકેટને કૅરી કરી શકો છો. કેઝ્યુઅલ હોય કે મોડી રાતની પાર્ટીઓ, તમે આ જેકેટની મદદથી ઠંડી સામે રાહત મેળવી શકો છો અને સ્ટાઈલમાં પણ રહી શકો છો.
ઓવરસાઈઝ્ડ હૂડીઝ
આ કપડા ઘણા ટ્રેન્ડી હોય છે. તે આરામદાયક અને યૂનિસેક્સ હોય છે. આ કપડા તમારી સ્થૂળતા છૂપાવવામાં પણ મદદ કરે છે. એક સારા કમ્ફર્ટ લૂક માટે તમે આ પ્રકારની હૂડીઝને જીન્સ સાથે કૅરી કરી શકો છો.
ક્રોપ પફર જેકેટ
સ્ટાઈલિશ દેખાવવાની સાથે જ જો તમે કમ્ફર્ટેબલ રહેવા ઈચ્છો છો તો ક્રોપ પફર જેકેટ કૅરી કરી શકો છો. બબલ કોટ સ્ટાઈલિશ દેખાય છે જેમાં ફ્રંટ ઝિપ, શ્વાસ લેવા યોગ્ય કપડા અને આરામદાયક ઈન્સ્યુલેશન સામેલ છે. આ રીતના જેકેટ ક્લાસિક અને શિયાળા માટે બેસ્ટ રહે છે.
લોન્ગ જેકેટ
આમ તો દર વર્ષે ફેશન ટ્રેન્ડ બદલાતા રહે છે. પણ કેટલીક ચીજો એવી છે જે દર વર્ષે સતત ચાલતા રહે છે. લોન્ગ બ્લેઝર તેમાંથી એક છે. તમે લોન્ગ જેકેટને ઓફિસ કે કોલેજમાં પહેરી શકો છો. એવામાં લોન્ગ જેકેટને તમે કલેક્શનમાં અચૂક સામેલ કરો.