Light rain forecast for Aravalli, Mahisagar, Dahod, Narmada, Dangs today
  • Home
  • Featured
  • શિયાળાના આગમન વચ્ચે પણ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

શિયાળાના આગમન વચ્ચે પણ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

 | 10:41 am IST
  • Share

  • આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ડાંગમાં હળવા વરસાદની આગાહી

  • અમદાવાદ શહેરમાં દિવસે તાપ અને રાત્રે ઠંડી જેવું વાતાવરણ રહેશે

  • દિવસ સખત તાપ અને રાત્રે-પરોઢિયે ગુલાબી ઠંડીનો અનુભવ


નૈઋત્યના ચોમાસાની વિદાય સાથે હવે શિયાળાના પગરવ મંડાયા છે. રાત્રે અને પરોઢિયે ગુલાબી ઠંડીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. વાતાવરણમાંથી ભેજ સતત ઘટતો જઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધીમાં રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ડાંગમાં હળવો વરસાદ વરસવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. તે સિવાય રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે.

પવનની દિશા બદલવાના કારણે વાતાવરણની દશા બદલાઈ રહી છે. હાલમાં ઉત્તર થી ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યો છે. આખો દિવસ સહન થાય નહીં તેવો તાપ પડે છે અને રાત્રે ગુલાબી ઠંડી પડી રહી છે. હવામાન ખાતાએ અમદાવાદ માટે આગાહી કરતા જણાવ્યું છે કે દિવસે સખ્ત તાપ રહેશે અને રાત્રે ગુલાબી ઠંડી જેટલું તાપમાન રહેશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તા.17ના રોજ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી, તા.18ના રોજ 21 ડિગ્રી, તા.19ના રોજ 22 ડિગ્રી, તા.20ના રોજ 22 ડિગ્રી, તા.21ના રોજ 23 ડિગ્રી, તા.22ના રોજ 23 ડિગ્રી અને તા.23ના રોજ 23 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેશે. જ્યારે તા.18 થી 22 સુધી 36 ડિગ્રી અને તા.23ના રોજ 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો