...તો શું હવે દરેક ગલીઓમાં મળશે 2 રૂપિયામાં ઈન્ટરનેટ ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • …તો શું હવે દરેક ગલીઓમાં મળશે 2 રૂપિયામાં ઈન્ટરનેટ !

…તો શું હવે દરેક ગલીઓમાં મળશે 2 રૂપિયામાં ઈન્ટરનેટ !

 | 5:09 pm IST
  • Share

ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ ટેલિફોન બૂથ(પીસીઓ)ની જેમ પબ્લિક ડેટા ઓફિસ પ્રોવાઇડર્સ(પીડીઓ) શરૂ કરી શકાય એવો વિચાર વહેતો મૂક્યો છે. વાઈ-ફાઈ કનેક્ટિવિટી વધારવા માટે જુદાં જુદાં સ્થળે પીડીઓ લગાવાશે, જેનાથી તમે ક્યાંયથી પણ સસ્તામાં વાઈ-ફાઈનો ઉપયોગ કરી શકશો. આ યોજનાથી તમને સસ્તામાં વાઈ-ફાઈ સસ્તામાં મળશે અને ઇન્ટરનેટ 90 ટકા સસ્તું થઈ જશે.

ટ્રાઈએ પબ્લિક વાઈ-ફાઈનું આ મહત્ત્વાકાંક્ષી મોડલ દેશમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટને પ્રોત્સાહન આપવા માટે રજૂ કર્યું છે. ટ્રાઈએ કહ્યું છે કે ભારત વિશ્વના અન્ય દેશોથી બ્રોડબેન્ડ ઇન્ટરનેટમાં પાછળ રહેવા માંડયું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટમાં પાછળ છે તેથી ટ્રાઈ નાની કંપનીઓ દ્વારા એ વિસ્તારોમાં પણ વાઈ-ફાઈ કનેક્ટિવિટી વધારવા માગે છે. ટ્રાઈના મતે પીડીઓમાં વાઈ-ફાઈની કિંમત 2 રૂપિયાથી શરૂ થશે.

ટ્રાઈએ આ મોડલને તૈયાર કરી ટેલિકોમ વિભાગને મોકલ્યું છે. આ મોડલમાં કેટલાય સર્વિસ પ્રોવાઇડર્સ એક પ્લેટફોર્મ પર આવીને ઇન્ટરનેટ એક્સેસ, ર્સિવસિઝ, પેમેન્ટ અને ઓથોટિક્શન ઉપલબ્ધ કરાવી શકે છે.

ડિજિટલ ઈન્ડિયાનાં સપનાંને સાકાર કરવા મદદરૂપ : ટ્રાઈ
ટ્રાઈના ચેરમેન આર. એસ. શર્માએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયાનાં સપનાં પૂરાં કરવા માટે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એક મહત્ત્વનું અંગ છે. એ સંજોગોમાં વાઈ-ફાઈ સૌથી સસ્તું માધ્યમ છે, જેની કિંમત ઓછી છે અને સ્પેક્ટ્રમ ફ્રી છે. ટ્રાઈના ચેરમેને પબ્લિક વાઈ-ફાઈ ઓપન પાઇલટ પ્રોજેક્ટનો રિપોર્ટ ટેલિકોમમંત્રી મનોજ સિંહા સમક્ષ રજૂ કર્યો છે, તેમણે એ પાઇલટ પ્રોજેક્ટની સફળતા અંગે પણ જાણકારી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન