Limited lockdown from April 15st? ... So ban in hot spot areas
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં 15 એપ્રિલથી થઈ શકે છે લિમિટેડ લોકડાઉન,…તો આ હોટસ્પોટ વિસ્તારોમાં રહેશે પ્રતિબંધ

અમદાવાદમાં 15 એપ્રિલથી થઈ શકે છે લિમિટેડ લોકડાઉન,…તો આ હોટસ્પોટ વિસ્તારોમાં રહેશે પ્રતિબંધ

 | 7:25 am IST

કોરોનાના મહામારીના કારણે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન છે, જે ૧૪મી એપ્રિલે પૂરું થાય છે, જોકે ૧૪મી એપ્રિલ સુધીમાં કોરોનાના ઝીરો કેસની સ્થિતિ પર પહોંચી શકાય તે જરાયે શક્ય નથી, જો લોકડાઉન ચાલુ રાખવામાં આવે યાને કે લંબાવવામાં આવે તો તે આર્થિક હિતમાં નથી,

આ સંજોગોમાં લિમિટેડ લોકડાઉનની પણ ગંભીર રીતે વિચારણા ચાલી રહી હોવાનું પીએમઓના ઉચ્ચ સ્તરીય સૂત્રો જણાવી રહ્યા છે. લિમિટેડ લોકડાઉન એટલે કે એવા પોકેટ કે વિસ્તાર જ્યાં આ ચેપ વધુ ફેલાયો હોય અથવા તો ફેલાવાની હજુ શક્યતા છે, આવી પોકેટ સેંકડોની સંખ્યામાં છે, તેમાં લોકડાઉન ચાલુ રાખી શકાય અને બાકીના વિસ્તારોમાં લોકડાઉન ખોલી શકાય.

સૂત્રો કહે છે કે, લિમિટેડ લોકડાઉનમાં ફુલપ્રૂફ સર્વેલન્સ ગોઠવી શકાય તેમ છે, જે તે દર્દીની યોગ્ય રીતે સારવાર કરી શકાય છે, અત્યારે એક પડકાર એ પણ છે કે, તબલીગ જમાતના દિલ્હીના મરકઝ પર એકઠા થયેલા લોકોમાંથી દેશના નવ રાજ્યોમાં ૬૦૦ જેટલા કેસ નોંધાયા છે, આ વિસ્તારો નક્કી કરવા એ માથાના દુઃખાવા સમાન છે, કારણ કે જો સામે ચાલીને સારવાર માટે કોઈ નહિ આવે તો વધુ મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.

નોવેલ કોરોના વાયરસ સામેની લડાઈ માટે કેન્દ્ર સરકારે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે, આ કમિટીના દિલ્હી એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાના કહેવા પ્રમાણે ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, જેમાં સૌપ્રથમ તો લોકડાઉનનો અમલ ક્યાં સુધી ચાલુ રાખવો? દેશ આખામાં કે પછી કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત રાખવું? આ ઉપરાંત ડેટા પર નિર્ભર રહેવું ખૂબ જરૂરી છે, ક્યા વિસ્તારોમાં કેટલા કેસ આવ્યા? કોરોના વાયરસના કયા કયા હોટસ્પોટ છે? અને કયા વિસ્તારો સેફ ઝોનમાં આવે છે? નવા કોઈ કેસો નોંધાયા નથી તે સેફઝોન છે.

કેન્દ્ર સરકારે હમણાં જ એવી સ્પષ્ટતા કરી હતી કે, લોકડાઉન લંબાવવામાં નહિ આવે, અલબત્ત, સૂત્રો કહે છે કે, ૧૪મી સુધી સ્થિતિ સામાન્ય નહિ થાય. સ્થિતિ રાબેતા મુજબ થતાં સમય લાગશે એમ કહેતાં સૂત્રો ઉમેરે છે કે, મોટા ભાગના નિષ્ણાતો માને છે કે, લોકડાઉન લંબાવવો જોઈએ. સૂત્રો કહે છે કે, ૧૪મી સુધીમાં સ્થિતિ સારી રહે તો કેટલાક વિસ્તારો પૂરતા મર્યાદિત કરી શકીએ નહિતર બીજું યુદ્ધ લડવું પડશે, વડાપ્રધાને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી મિટિંગમાં કહ્યું હતું કે, આ તો યુદ્ધની શરૂઆત છે, મહત્ત્વનું છે કે, કોરોના વાયરસ સંદર્ભે બનાવાયેલી સમિતિના નિષ્ણાતો અત્યારે લોકડાઉ લંબાવવાની હિમાયત કરી રહ્યા છે.

હોટસ્પોટમાં લોકડાઉન તો કોટ વિસ્તારમાં નક્કી

જો કેન્દ્ર સરકાર હોટસ્પોટના વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરે તો અમદાવાદનો કોટ વિસ્તાર આ પૂર્ણ લોકડાઉન હેઠળ મૂકી દેવાય તેવી પૂરી શક્યતા છે. છેલ્લાં કેટલાક દિવસમાં અને ખાસ કરીને  શુક્રવારે જે રીતે કાલુપુરમાં એક જ પરિવારના ચારને પોઝિટિવ આવ્યો  તે જોતાં અને કોટ વિસ્તારમાં વિવિધ જગ્યાએ તબલિગી જમાતના સભ્યો હોવાની શક્યતાએ કોટ વિસ્તાર ભયગ્રસ્ત બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન