Lion humlo on 8-year-old girl from Gordka village in Savarkundla
  • Home
  • Featured
  • સાવરકુંડલામાં સિંહનો આતંકઃ 8 વર્ષની બાળકીને ફાડી ખાધી

સાવરકુંડલામાં સિંહનો આતંકઃ 8 વર્ષની બાળકીને ફાડી ખાધી

 | 11:45 pm IST
  • Share

  • સાવરકુંડલામાં સિંહનો આતંક
  • 8 વર્ષની બાળકીને ફાડી ખાધી
  • વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું

 

સાવરકુંડલાના ગોરડકા ગામ મોડી રાત્રે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ફાડી ખાધી હતી આ ઘટનાની જાણ સવારે વાડી માલિકને થતા વાડી માલિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.

સિંહે બાળકીને ફાડી ખાધી હોવાનું વનવિભાગનું અનુમાન

અમરેલી જિલ્લામાં સાવજોને દીપડાનો વસવાટ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ગોઠડા ગામે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ઉપાડી ગયો હતો અને બાળકીને ફાડી ખાધી હતી. પ્રાણીઓના હુમલાની વાત કરીએ તો સામાન્ય રીતે દીપડાઓ મનુષ્ય પર હુમલા કરતા હોય છે પરંતુ વનવિભાગના પ્રાથમિક તારણ મુજબ આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હોવાથી આ બાળકીને સિંહે ફાડી ખાધી હોય તેઓ વનવિભાગનું પ્રાથમિક તારણ છે. આ ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારોમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને સમગ્ર ગોરડકા ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગોરડકા ગામના સાદુળભાઈ ચાંદની વાડીમાં થોડા દિવસ પહેલાં જ દાહોદથી ખેત મજૂરી કરવા માટે એક પરિવાર આવ્યો હતો. પરિવારના લોકો સુતા હતા ત્યારે આઠ વર્ષની સંગીતા ઉપર તે હુમલો કરી નજીકના વિસ્તારમાં લઈ જઈને તેને ફાડી ખાધી હતી.

પ્રાણીઓએ ફાડી ખાધેલી સંગીતાની ડેડ બોડી મળી હતી

પરિવાર જ્યારે સવારમાં ઊઠ્યો ત્યારે સંગીતા ગાયબ હતી ત્યારે આ ઘટનાની જાણ વાડી માલિક સાર્દુલભાઇને કરતા તેમણે શોધખોળ શરૂ કરી હતી અને નજીકના વિસ્તારમાંથી જ પ્રાણીઓએ ફાડી ખાધેલી સંગીતાની ડેડ બોડી મળી હતી. આ ઘટનાની જાણ વાડી માલિકે વનવિભાગને કરતા વનવિભાગ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયું અને આસપાસના વિસ્તારમાં પ્રાણીઓની ગોતવાની તજવીજ હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા જંગલી પ્રાણીના પગલાંને કારણે સિંહ હુમલો કર્યો હોય તેઓ વનવિભાગનું પ્રાથમિક અનુમાન છે. અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહોનો વસવાટ છે તેને લઈને ભૂતકાળમાં પણ મનુષ્ય પર અનેક હુમલાના બનાવો બન્યા છે. ત્યારે આ ઘટનાથી ગોરડકા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો