Live Update In Hearing on Suomoto application taken by Gujarat HC
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સુઓમોટો અરજી પર સુનાવણી: અમદાવાદ મનપાનો HCએ લીધો ઉધડો, શું છૂપાવવાનો પ્રયાસ કરો છો?

સુઓમોટો અરજી પર સુનાવણી: અમદાવાદ મનપાનો HCએ લીધો ઉધડો, શું છૂપાવવાનો પ્રયાસ કરો છો?

 | 12:44 pm IST
  • Share

ગુજરાત હાઇકોર્ટે કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજે સુઓમોટો અરજીમાં ભરુચની હોસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે રજૂઆત કરી હતી. જેમાં હોસ્પિટલ પાસે ફાયર NOC નહોતું તેની પણ જાણ કરવામાં આવી હતી. માટે આવા બનાવના રોકવા માટે હવે સરકારે ગંભીરતાથી જોવું જોઈએ તેમ કહ્યું હતું. આ મુદ્દા પર હાઈકોર્ટે કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે, આ ફાયર NOC મામલે આવતા અઠવાડિયે વધુ એક સુનાવણી કરીશું.

ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને RTPCR ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ.

એડવોકેટ એસોસિયેશને જણાવ્યું કે કોરોનામાં રાજ્યમાં તાલુકા કક્ષાએ ખરાબ પરિસ્થિતિ છે. સાયલામાં ઓક્સિજન અને આઇસીયું સાથેની હોસ્પિટલ નથી. બીજી બાજુ રાજ્યમાં RTPCR રિપોર્ટ માટે 3થી 4 દિવસ રાહ જોવી પડે છે. કલેકટરે સરકારી કર્મચારીઓને પ્રથમ સારવાર આપવાનો તઘલખી નિર્ણય કરેલો છે.

હાઇકોર્ટે એડવોકેટ એસો વતી શાલીન મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઓક્સિજનની હાલના તબક્કે અછત જોવા મળી રહી છે. 1190 મેટ્રીક ટનની સામે કેન્દ્ર 975 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો આપે છે. ધન્વંતરી હોસ્પિટલમાં માળખાનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓ આવે છે પરંતુ તેમની સંભાળ રાખનાર કોઈ નથી.

એડવોકેટ એસોસિએશનના શાલીન મહેતાએ જણાવ્યું કે ધન્વંતરિ હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ગઈકાલે દર્દીઓને બપોરનું ભોજન સાંજે 4 વાગે આપવામાં આવ્યું હોવાના એક સમાચાર મળી રહ્યા છે. કોરોનાના RTPCR ટેસ્ટના 23 એપ્રિલથી 1.89 લાખ હતા, તે ઘટીને 1.38 થયા છે. આંકડા ઘટાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાનો આજે ઉધડો લીધો હતો. તેમણે જણાવ્યું કે, અન્ય કોર્પોરેશન રિયલ ટાઈમ હોસ્પિટલ બેડનો ડેટા આપે છે, તમે કેમ નહીં? અમદાવાદ મનપા શું છુપાવવાનો પ્રયાસ કરે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન