Lockdowns were imposed in cities near China's northern border
  • Home
  • Corona
  • ચીનમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું, આ વિસ્તારમાં લાગ્યું લોકડાઉન

ચીનમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું, આ વિસ્તારમાં લાગ્યું લોકડાઉન

 | 6:29 pm IST
  • Share

  • ઉત્તર મંગોલિયાનું સેકાઉ પોર્ટ બંધ કરવામાં આવ્યું
  • લોકોને કામ વગર બહાર ન નિકળવા કરવામાં આવી અપીલ
  • ઈરનહોટ, શાંગ્જી, ચાંગ્સા, યિનશુઆનમાં કડક નિયંત્રણ લાગુ

ચીનમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. સપ્ટેમ્બર પછીથી સોમવાર એટલે કે 18 ઓક્ટોબરના રોજ સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. જેને કારણે ચીનની ઉત્તરી સરહદ પાસેના શહેરોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. નેશનલ હેલ્થ કમીશનના જણાવ્યા પ્રમાણે ઈનર મંગોલિયામાં કોરોનાના 9 કેસ, હુનાન અને શાંગ્જી પ્રાંતમાં પણ બે-બે કેસ સામે આવ્યા છે.

25 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા

વિદેશથી આવતા અંદાજે 25 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ ઉપરાંત સોમવારે 19 લોકો સિપ્ટોમેટિક પણ જોવા મળ્યા. સરકારના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં કોરોનાથી કોઈનું મોત થયું નથી. તમને જણાવી દઈએ કે સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં સંક્રમણથી 4636 લોકોના મોત થયા છે. મેનલેંડ ચાઈનામાં કોરોના સંક્રમણના 96571 કેસ છે.

ઈરનહોટ શહેર ઈનર મંગોલિયાના એક આટોનામસ ક્ષેત્રના અંતર્ગત આવે છે. ત્યાંની વસ્તી અંદાજે 76 હજાર છે. સોમવારે અહીંના લોકો બિન જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર નહોતા નિકળી શક્યા. રસ્તાઓ પર વાહનોના નિકળવા પર પ્રતિબંધ હતો. ન કોઈ વાહન શહેરમાં પ્રવેશી શકે ન કોઈ શહેરમાંથી બહાર જઈ શકે.

 ઈન્ડોર પબ્લિક વેન્યૂને બંધ કરવાનો આદેશ 

શહેરમાં કોરોનાના વધતા કેસને જોતા બધા ઈન્ડોર પબ્લિક વેન્યૂને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. જેમા સિનેમા, ઈન્ટરનેટ કેફે, જીમ સામેલ હતા. આ ઉપરાંત વિવિધ ટૂરિસ્ટ સાઈટ્સને પણ આ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શાંગ્જી પ્રાંતના શિયાન શહેરમાં સોમવારે કોરોનાના 5 કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો