- વ્યંગ, કટાક્ષ અને હ્યુમર સાથેના વાયરલ મિમ્સથી સોશિયલ મીડિયામાં તમામ પક્ષોની ખીખીખી થઈ
- પરિણામો એક્ઝિટ પોલથી તદ્દન અલગ જ આવતા સોશિયલ મીડિયામાં ફન્ની મિમ્સનો મારો ચાલ્યો હતો
- તોડજોડની રાજનીતિ પર કટાક્ષ કરતા મિન્સ પણ ઓવરઓલ ટ્રેન્ડમાં રહ્યાં હતાં
લોકસભા ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલથી તદ્દન અલગ જ આવતા સોશિયલ મીડિયામાં ફન્ની મિમ્સનો મારો ચાલ્યો હતો. 400 પારના નારા લગાવતી મોદી સરકારને સોશિયલ મીડિયા યૂઝર્સે વન લાયન્સ અને ફન્ની મિમ્સ દ્વારા 'અબ કી બાર માંડ માંડ સરકાર'ના ચાબખાં મારતા ટોણાંઓ માર્યા હતાં. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં આવેલા મિન્સ એન્ડ વિષયોની વાત કરીએ તો 400 પાર, યુપીમાં બીજેપીને મેળેલી ધોબીપછાડ, રિઝલ્ટ બાદ શેરબજારમાં થયેલી ઊલટ-પુલટ સાથે યોગી આદિત્યને ઠપકો આપતા મોદી-અમિત શાહના મિમ્સ વાઇરલ થયા હતાં. સિદ્ધુ મૂસેવાલાનું 295 સોંગને NDAની સીટો સાથે જોડીને લોકોએ ખૂબ મજા લઈને મોદી ભક્તોના પેટમાં તેલ રેડયું હતું. બહુમતી સાથે નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સાથેની તોડજોડની રાજનીતિ પર કટાક્ષ કરતા મિન્સ પણ ઓવરઓલ ટ્રેન્ડમાં રહ્યાં હતાં.
પહેલીવાર પર બીજેપી ટોપ-10 લિસ્ટમાંથી ફેંકાઈ ગયું










