- ગૃહમંત્રીએ છોટાઉદેપુર, વલસાડ, દમણમાં ચૂંટણી સભાઓ ગજવી
- જ્યાં સુધી અમે સત્તામાંથી છીએ ત્યાં સુધી અનામત પર કોઈનો પંજો પડવા નહીં દઈએ
- 70 વર્ષથી આદિવાસી સમાજને ગુમરાહ કરીને કોંગ્રેસે આદિવાસીઓને વિકાસથી વંચિત રાખવાનું મહાપાપ કર્યુ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે છોટાઉદેપુરના બોડલીમાં, વલસાડના વાસંદામાં અને દમણના દુણેઠા એમ ત્રણ આદિવાસી રિઝર્વ લોકસભા ક્ષેત્રોમાં ચૂંટણી સભાને સંબોધી હતી. વાસંદામાં તેમણે ''આમ આદમી પાર્ટી- AAP અને કોંગ્રેસને મતદારો પસંદ કરશે તો ભવિષ્યમાં અહીંયા નક્સલવાલ વકરશે. અર્બન નક્સલવાલને વરેલી AAP આદિવાસી ક્ષેત્રમાં કોંગ્રેસ સાથે મળી, સમગ્ર પ્રદેશને નક્સલવાદની આગમમાં હોમી દેશે'' એમ કહ્યું હતું.
70 વર્ષથી આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરીને કોંગ્રેસે આદિવાસીઓને વિકાસથી વંચિત રાખવાનું મહાપાપ કર્યુ છે. મોદી સરકારે આદિવાસી કલ્યાણના શ્રોણીબધ્ધ પગલાંઓથી લઈ આદિવાસી સમાજનું હિત હૈયે રાખ્યુ છે. તેમ કહેતા અમિત શાહે મોદી સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી. અટલજીની સરકારે આલાયદું આદિવાસી મંત્રાલય બનાવ્યાનુ યાદ કરાવતા તેમણે આદિવાસીઓના વિકાસમાં અવારનવાર વિધ્ન નાખતા સ્થાનિક નેતાઓ આદિવાસી સમાજના શત્રુ છે હોવાનું કરીને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા અપીલ કરી હતી.










