• કોંગ્રેસ વિરુંદ્ધ આંદોલન કરનાર અણ્ણા હઝારેનાં સપના પર કેજરીવાલે પાણી ફેરવી દીધું

  • કેજરીવાલ હવે મારું નામ લઈને લોકોને ભડકાવી રહ્યા છે : યોગી આદિત્યનાથ
  • આમઆદમી પાર્ટીએ સત્તામાં આવીને તેમની આસપાસ ભ્રષ્ટાચારીઓનો જમાવડો કરી દીધો: યોગી આદિત્યનાથ

યુપીનાં સીએમ યોગી આદિત્યનાથે બાંદાની સભામાં દિલ્હીનાં સીએમ કેજરીવાલને આડે હાથ લીધા હતા. તેમણે આમઆદમી પાર્ટીનાં કન્વીનર અને દિલ્હીનાં સીએમની ટિપ્પણીઓ પલટવાર કરતા કહ્યું કે જેલમાં જઈને કેજરીવાલની બુદ્ધિ બહેર મારી ગઈ છે. કોંગ્રેસનો વિરોધ કરનાર અણ્ણા હઝારેનાં સપના પર કેજરીવાલે પાણી ફેરવી દીધું છે. કેજરીવાલ હવે મારૂં નામ લઈને લોકોને ભડકાવી રહ્યા છે. યોગીએ તિંદવારીમાં હમીરપુર - મહોબા સીટનાં ભાજપનાં ઉમેદવાર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલ માટે પ્રચાર કર્યો અને મત માંગ્યા હતા. કેજરીવાલને ખ્યાલ આવી ગયો છે કે તેઓ હવે ક્યારેય જેલમાંથી બહાર આવી શકશે નહીં. તેમણે અણ્ણા હઝારેનાં સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. આ પાપ માટે અણ્ણા તેમને ક્યારેય માફ કરશે નહીં. આમઆદમી પાર્ટીએ સત્તામાં આવીને તેમની આસપાસ ભ્રષ્ટાચારીઓનો જમાવડો કરી દીધો છે. કેજરીવાલ જેલમાં ગયા તેથી દિલ્હીવાસીઓ ખુશ હતા તેમની ખાંસી અને શરદીની સમસ્યા બંધ હતી પણ હવે કેજરીવાલ ફરી દિલ્હીવાસીઓને ખાંસવા મજબૂર કરી દેશે.

સપા અને કોંગ્રેસ માફિયાઓનાં રક્ષક હતા

યોગીએ દાવો કર્યો કે આજના અને 10 વર્ષ પહેલાનાં બુંદેલ્ખંડમાં જમીન આસમાનનો ફરક હતો. અહીં પહેલા ખાણ માફિયા અને જમીન માફિયા તેમજ જંગલ માફિયા અને લૂંટારાઓ તેમજ બહારવટીયાનો આતંક હતો. સપા અને કોંગ્રેસ તેમનાં રક્ષક હતા. તેઓ આવારા તત્વોને જનતાનાં પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલતા હતા અને તેમનાં દ્વારા જનતાનું શોષણ કરતા હતા.

ઘર ઘરમાં નળ દ્વારા જળ । અમે બુંદેલખંડની સીકલ બદલી નાંખી છે હવે પાણી માટે બહેનો દીકરીઓએ માઈલો દૂર નહીં જવું પડે. અમે ઘર ઘરમાં નળ દ્વારા જળ પહોંચાડયું છે. લોકોને ઇર્ંનું પાણી મળતું થયું છે. રસ્તાઓ ટુ લેન અને ફોર લેન બનાવીને કનેક્ટિવીટી વધારી છે. પ્રવાસન સ્થળોનો વિકાસ કરાયો છે.

પાંચ વર્ષ પછી દુનિયા અહીં નોકરી માંગવા આવશે

પહેલા યુવાનો નોકરી માટે ભટકતા હતા હવે પાંચ વર્ષ પછી દુનિયાનાં લોકો અહીં નોકરી મેળવવા આવશે. અમે નોઈડા અને ગ્રેટર નોઈડા તેમજ ચિત્રકૂટ અને ઝાંસીનો વિકાસ કરીશું. લોકો હવે સપા, કોંગ્રેસ, આપ, આરજેડીને એક એક મત માટે તડપાવશે.

  • Follow us on: