• ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં શાહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

  • ભાજપ સુનિશ્ચિત કરશે કે ઓડિશાનાં નવા સીએમ ઉડિયા ભાષામાં પારંગત હોય
  • શું તમિલ બાબુએ પડદા પાછળ રહીને રાજ્યની સરકાર ચલાવવી જોઈએ ?

કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચાર જૂને ઓડિશા વિધાનસભાના પરિણામો જાહેર થયા પછી નવીનબાબુ ઓડિશાનાં સીએમ નહીં હોય. તેઓ ઓડિશાનાં પૂર્વ સીએમ બની જશે. શાહે દાવો કર્યો હતો કે ઓડિશા વિધાનસભાની 147 બેઠકોમાંથી 75થી વધુ બેઠકો જીતીને ભાજપ ત્યાં નવી સરકાર બનાવશે. શાહે ભદ્રક લોકસભા મતવિસ્તારમાં ચાંદબલી ખાતે રેલીને સંબોધતા આશા વ્યક્ત કરી હતી કે ભાજપ ઓડિશામાં લોકસભાની 21માંથી 17 સીટો પર વિજય મેળવશે. ઓડિશામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી. જ્યાં 4 જૂને મત ગણતરીની સાથે પરિણામો પણ જાહેર થશે. શાહે કહ્યું કે ભાજપ એ સુનિશ્ચિત કરશે કે ઓડિશાનાં નવા સીએમ ઉડિયા ભાષામાં વિદ્વાન હોય અને રાજ્યની ભાષા, સંસ્કૃતિ તેમજ પરંપરાને સમજતા હોય. શાહે સ્પષ્ટ રીતે પટનાયકનાં નિકટનાં સહયોગી અને મ્ત્નડ્ઢ નેતા વી.કે. પાંડિયનનાં સંદર્ભમાં ટિપ્પણી કરી હતી કે શું તમિલ બાબુએ પડદા પાછળ રહીને સરકાર ચલાવવી જોઈએ?

કોંગ્રેસ PoK મુદ્દે વાત કરતા ગભરાય છે : શાહ

શાહે કોંગ્રેસને ઝાટકતા કહ્યું કે કોંગ્રેસ આજકાલ PoK મુદ્દે વાત કરતા ગભરાય છે. કારણ કે તે પાકિસ્તાનથી ડરી ગઈ છે. PoK ભારતનું છે અને ભારતનું જ રહેશે. અમે તેને પાછું લઈને રહીશું. તે અમારું વચન છે. ઓડિશામાં યુવાનોને કામ કે રોજગારી મળતી નથી લાખો યુવાનો નોકરી અને કામની શોધમાં પલાયન કરી ગયો છે. જો રાજ્યમાં એક વખત ભાજપની સરકાર બનશે તો અમે ત્યાં ઉદ્યોગો સ્થાપીશું જેથી યુવાનોને ભટકવું પડે નહીં.


  • Follow us on: