- POK ભારતનું છે અને રહેશે, અમે તેને પાછું લઈને રહીશું : શાહ
- શાહે કહ્યું કે આ ચૂંટણી દેશનાં વિકાસની છે, ધર્મ અને સંસ્કૃતિની રક્ષાની છે
- આ દેશનાં ગરીબોનું કલ્યાણ કરવા માટેની ચૂંટણી છે: શાહ
કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે બુંદેલખંડનાં ઝાંસીમાં ચૂંટણી સભાને સંબોધતા હુંકાર કર્યો હતો કે અમારી પાસે નરેન્દ્ર મોદી છે. અમે એટમ બોમ્બથી ડરતા નથી. POK ભારતનું છે અને રહેશે અમે તેને પાછું લઈને રહીશું. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે તાજેતરમાં નિવેદન કર્યું હતું કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે તેથી તેનું સન્માન કરવું જોઈએ તેનાં જવાબમાં શાહે કહ્યું કે ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર છે. અમને એટમ બોમ્બથી ડરતા નથી. ચૂંટણીનાં ચાર તબક્કા પૂરા થઈ ગયા છે જેમાં મોદીજી 270 સીટો જીતીને ટ્રિપલ સેન્ચુરી તરફ આગળ વધી રહ્યા છે.
રાહુલની કંપનીનું12 લાખ કરોડનું કૌભાંડ










