- વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાને કહ્યું ,આતંકવાદીઓેની એક્સ્પોર્ટ કરતો દેશ લોટ માટે ભટકે છે
- હાથમાં બોમ્બગોળા રાખતા હતા તે હવે હાથમાં કટોરા લઈ ભીખ માગી રહ્યા છે
- પાકિસ્તાન અને કોંગ્રેસની પાર્ટનરશિપ પૂરી એક્સ્પોઝ થઇ છે
ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દિવસે વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામગરમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. વિદ્યાનગર ખાતે તેમણે કહ્યું કે આજે જ્યારે કોંગ્રેસ કમજોર પડી રહી છે અને સૂક્ષ્મદર્શક યંત્રથી કોંગ્રેસને શોધવી પણ મુશ્કેલ બની છે. કોંગ્રેસ તૂટી રહી છે. ત્યારે પાકિસ્તાન રડી રહ્યું છે. કોંગ્રેસ માટે હવે પાકિસ્તાન દુઆ કરી રહી છે. શહજાદાને પ્રધાનમંત્રી બનાવવા માટે પાકિસ્તાન દુઆ કરી રહ્યું છે. પાકિસ્તાન અને કોંગ્રેસની પાર્ટનરશિપ પૂરી એક્સ્પોઝ થઇ છે. દેશના દુશ્મનોને ભારતમા મજબૂત સરકાર નથી જોઇતી. કોંગ્રેસની સરકારમાં મુંબઇમાં 26-11 હુમલામાં આતંકીઓના હુમલા થયા હતા તેવી દેશમા કરપ્ટ સરકાર જોઇએ છે.
સરદારની ભૂમિ પરથી કોંગ્રેસને ત્રણ ચેલેન્જ










