• INDIA ગઠબંધનની બેઠક બાદ રાહુલ ગાંધીનું નિવેદન
  • ભાજપના નેતાઓ કહેતા હતા કે 4 જૂન પહેલા માર્કેટ અપ રહેશે
  • શેયર બજાર પર ભાજપ નેતાઓએ ટિપ્પણી કરી હતીઃ રાહુલ

INDIA ગઠબંધનની બેઠક બાદ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે ભાજપના નેતાઓ કહેતા હતા કે 4 જૂન પહેલા માર્કેટ અપ રહેશે પરંતુ 3 જૂનથી જ માર્કેટ તૂટી રહ્યું હતું. શેરબજાર પર ટિપ્પણી કરીને ભાજપ પર પ્રહાર કર્યો. આ સાથે તેણે ગૃહમંત્રી અને નાણામંત્રી પર પણ ટિપ્પણી કરી હતી.

રાહુલ ગાંધીએ શેરબજારમાં કૌભાંડના લગાવ્યા આરોપ

રાહુલ ગાંધીએ કહ્યું કે શેરબજાર પર ભાજપ નેતાઓએ ટિપ્પણી કરી હતી. તેઓએ 4 જૂન પહેલા શેર ખરીદી લેવાની વાત કરી હતી. ભાજપનો આંતરિક સર્વે 220 તોડી દેવાની વાતો કરતો હતો. 1 જૂને સ્ટોક માર્કેટ તમામ રેકોર્ડ તોડી ચૂક્યું હતું અને 4 જૂને તે ધડામ દઈને તૂટ્યું. વિદેશી રોકાણકારોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું. આ સ્ટોક માર્કેટના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ રહ્યું છે.

દેશના 5 કરોડ રોકાણકારોને શેર ખરીદવાનું કેમ કહેવાયું ?

રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્લામેન્ટ્રી કમિટીની તપાસ માટેની માંગ કરીએ છીએ. અદાણીની ચેનલોની કાંડમાં શું ભૂમિકા છે તેની તપાસ થાય તે પણ જરૂરી છે. "3 જૂને શેરબજારમાં ઉછાળો આવ્યો અને 4 જૂને કડાકો થયો'. "ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેર ખરીદવાની અપીલ કરી હતી'. સરકારે શેરબજારને લઇને ભ્રમ ફેલાવ્યો અને સાથે જ રોકાણકારોનું 30 લાખ કરોડનું નુકસાન થયું છે.

  • Follow us on: