- મમતા બેનર્જી જીત તરફ આગળ
- ભાજપને અહીં થઈ શકે છે મોટું નુકસાન
- ભાજપના તમામ દાવા ફેલ થતા જોવા મળી રહ્યા છે
લોકસભાની ચૂંટણીની વચ્ચે ટીએમસીની લહેર જોવા મળી રહી છે. અહીં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. તો જાણો રુઝાનોમાં કોણ આગળ જોવા મળી રહ્યું છે અને કોણ પાછળ રહી શકે છે.
ચાલી રહી છે મતગણતરી
દેશમાં લોકસભા ચૂંટણી 2024ની વોટની ગણતરી ચાલી રહી છે. પ.બંગાળમાં મમતા દીદીનો જાદુ જોવા મળી રહ્યો છે. ભાજપના તમામ દાવા ફેલ થતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પોતાની સીટ બહરામપુરાથી આગળ ચાલી રહ્યા છે.
રુઝાનોમાં કોને કેટલી સીટ મળી રહી છે
પ.બંગાળની 42 બેઠકોની વાત કરીએ તો સીએમ મમતા બેનર્જીની ટીએમસી આગળ ચાલી રહયા છે. મતગણનાની શરૂઆતમાં ટીએમસી 30 સીટ પર આગળ છે. જ્યારે ભાજપને 10 સીટ મળી શકે છે. કોંગ્રેસ 2 સીટથી આગળ ચાલી રહી છે. ટીએમસી ઉમેદવાર અને બોલિવૂડ એક્ટર શત્રુધ્ન સિન્હા પણ પાછળ ચાલી રહ્યા છે.
જાણો આંકડાકીય ગણિત
પ.બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે. તેનો ફાયદો લોકસભા ચૂંટણીમાં મળતો જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019ની વાત કરીએ તો આ સમયે અહીં 22 સીટ પર ટીએમસી, 18 સીટ પર બીજેપી અને 2 સીટ પર કોંગ્રેસ જીતી હતી.