Long-Term Exposure To Sunlight Is Associated With Decreased Risk Of Death From Corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સૂર્યના તડકામાં વધારે સમય રહેવાથી કોરોનાથી થતો મૃતાંક ઘટે, જલદી સાજા થવાય : સંશોધન

સૂર્યના તડકામાં વધારે સમય રહેવાથી કોરોનાથી થતો મૃતાંક ઘટે, જલદી સાજા થવાય : સંશોધન

 | 11:18 am IST
  • Share

કોરોના વાયરસના ફેલાવાને લઈને એક મહત્વનો ખુલાસો થયો છે. સૂર્યના કિરણો કોરોનાને ખાળતા હોવાનું સામે આવ્યું છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે, વધારે સમય સુધી સૂર્યના તાપમાં રહેવાથી ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવવાનો સીધો સંબંધ કોરોના વાયરસથી થતા મોત સાથે છે.

બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક રસપ્રદ તારણ રજૂ કર્યું હતું. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મિટોલોજીમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે પૃથ્વી પર જ્યાં જ્યાં સૂર્યનો સીધો તડકો પડે છે ત્યાં કોરોનાથી મૃત્યુદર નીચો રહ્યો હતો. ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ વધારે નોંધાયું હતું એ વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુદર ઓછો હતો. માત્ર મૃતાંક જ નહીં પણ જ્યાં જ્યાં લોકો સૂર્યપ્રકાશના સંપર્કમં આવ્યા છે ત્યાં ત્યાં લોકોને સાજા થવામાં મદદ મળે છે.

એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ જાન્યુઆરી-2020થી એપ્રિલ-2020 દરમિયાન નોંધાયેલા કેસોને ધ્યાનમાં લીધા હતા. અમેરિકા ખંડના 2474 વિસ્તારો પર અભ્યાસ હાથ ધરાયો હતો. જે વિસ્તારોમાં સૂર્યના સીધા કિરણો પડતાં હતાં ત્યાં કોરોનાના કારણે મૃત્યુ ઓછા થયા હતા. જ્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો બહુ ઓછા મળતાં હતાં એ વિસ્તારોમાં મૃત્યુદર ઊંચો નોંધાયો હતો.

સંશોધકોએ ઈટાલી-બ્રિટન-સ્પેન જેવા દેશોમાં કે જ્યાં ગયા વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યાંના વિવિધ પ્રદેશોના મૃત્યુઆંકના અને કોરોના સંક્રમણના આંકડાનો અભ્યાસ કર્યો હતો. એમાં પણ આ જ તારણ નીકળ્યું હતું. અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધાં ઝીલાતાં હતા એ વિસ્તારોમાં મૃત્યુદર પ્રમાણમાં ઓછો જોવા મળ્યો હતો.

અહેવાલમાં એવો પણ દાવો થયો હતો કે, વધુ પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ ધરાવતા વિસ્તારોમાં રહેતાં લોકો પર 95 ટકા સુધી કોરોનાથી મૃત્યુનો ખતરો ઘટી જતો હતો. કોરોનાને સૂર્યપ્રકાશ સાથે સંબંધ છે એવું સાબિત કરતો આ પ્રથમ વ્યવસ્થિત અહેવાલ છે.

આ અગાઉ પણ એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ સૂર્યપ્રકાશ અને બ્લડપ્રેશર, હાર્ટએટેકને સંબંધો હોવાનું સાબિત કર્યું હતું. જ્યાં સૂર્યપ્રકાશ વધુ મળતો હતો એવા વિસ્તારમાં રહેતાં લોકોને હાર્ટએટેક અને બ્લડપ્રેશરનો ખતરો પ્રમાણમાં ઓછો હતો. આમ જ્યાં સૂર્યના સીધા કિરણો આવે છે ત્યાં કોરોના મહામારીથી થતા મૃતાંકમાં મોટી રાહત મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન