Loom Solar Panel New Series Launched In India With Dual Charging Technology
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મેડ ઇન ઇન્ડિયા: ડોમેસ્ટિક કંપની લૂમે રજૂ કરી ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ

મેડ ઇન ઇન્ડિયા: ડોમેસ્ટિક કંપની લૂમે રજૂ કરી ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ

 | 12:35 pm IST
  • Share

સ્થાનિક કંપની લૂમ સોલરે અત્યાર સુધીની શ્રેષ્ઠ સોલર પેનલ લોન્ચ કરી છે. કંપની દ્વારા શાર્ક શ્રેણી હેઠળ રજૂ કરાયેલ સૌર શુદ્ધ મોનો PERC સોલર ટેકનોલોજી સાથે આવે છે. સોલર પેનલ્સની આ શ્રેણીમાં 144 સોલર સેલ, 9 બસ બાર્સ, સાથે 6ઠ્ઠી જનરેશન મોનોક્રિસ્ટલાઇન સોલાર સેલ (પીઆઈડી ફ્રી)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શ્રેણી હેઠળ, શાર્ક 440W થી-મોનો PERC અને શાર્ક બાય ફેશિયલ 440-530W રજૂ કરવામાં આવ્યા છે.

શાર્ક સિરીઝમાં હાલની તકનીકો કરતાં 20-30% વધુ કાર્યક્ષમતા હોવાનો દાવો કરવામાં આવે છે અને શાર્ક બાય-ફેશિયલની પેનલ્સ વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપર અને નીચે બંને ભાગોનો ઉપયોગ કરે છે. જણાવી દઈએ કે સામાન્ય રીતે સોલર પેનલ એક બાજુથી વીજળી ઉત્પન્ન કરે છે. લૂમ સોલર દ્વારા શાર્ક બાય-ફેશિયલ હાલની ટેક્નોલોજીઓ પર રૂફટોપ સ્પેસના 33% બચાવવામાં પણ મદદ કરે છે. આ રીતે ઘણી જગ્યા પણ બચી જાય છે. આમાંથી, શાર્ક 440ની કિંમત જીએસટી સહિત 18,000 રૂપિયા છે અને શાર્ક બાય ફેશિયલ જીએસટી સહિત 20,000 રૂપિયા છે.

નવી પેનલના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા, લૂમ સોલરના સહ-સ્થાપક અને ડિરેક્ટર અમોલ આનંદે જણાવ્યું હતું કે, લૂમ સોલર સતત સંશોધન અને વિકાસ સાથે નવીનતમ તકનીકોને રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. સુપર હાઇ એફિશિયન્સી શાર્ક સિરીઝનું લોન્ચિંગ સૌર આધારિત વીજળીથી હજારો ઘરોને વીજળી આપવાના અમારા પ્રયત્નોનો પુરાવો છે. અમે અમારા પ્રયાસો ચાલુ રાખીશું અને વર્લ્ડ ક્લાસ નવીન પ્રોડક્ટ્સ રજૂ કરતા રહીશું.

લૂમ સોલરની દ્વિ-ચહેરાની સોલર પેનલ્સની મુખ્ય લાક્ષણિકતાઓ –
– તે આગળ અને પાછળ બંને બાજુથી વીજળી ઉત્પન્ન કરે છે.
– વીજળી ઉત્પાદન 440 W – 530 W રિફ્લેક્ટિંગ સરફેસના આધાર પર જુદા-જુદા હોય છે.
– 6th જનરેશન મોનોક્રિસ્ટલાઇન સૌર કોષોનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો