PICS: રાતના અંધારામાં દોડતી ટ્રેનની છતમાં બાકોરું પાડી કરોડોની લૂંટ - Sandesh
  • Home
  • India
  • PICS: રાતના અંધારામાં દોડતી ટ્રેનની છતમાં બાકોરું પાડી કરોડોની લૂંટ

PICS: રાતના અંધારામાં દોડતી ટ્રેનની છતમાં બાકોરું પાડી કરોડોની લૂંટ

 | 10:57 am IST

સેલમથી ચેન્નઈ જતી ટ્રેનમાં ફિલ્મની સ્ટાઈલથી રૂ. 5.78 કરોડની લૂંટ ચલાવવામાં આવતાં દેશભરમાં સન્નાટો ફેલાઈ ગયો છે. ટ્રેનના ડબ્બામાં બાકોરું પાડીને આ લૂંટ કરાઈ હતી. કોચમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના 342 કરોડ જેટલા રૂપિયા હતા. આ રકમનું કુલ વજન 23 ટન થતું હતું.

રૂપિયાને જમા કરાવવા માટે ચેન્નઈ લઈ જવાતા હતાં. વળી આ પાર્સલ કોચની સુરક્ષા માટે 18 જેટલા જવાનો ચોકી પહેરો કરી રહ્યા હતાં. આમ છતાં જવાનો ચોકી-પહેરો કરતાં જ રહ્યા અને કોચ ખાલી થઈ ગયો. રેલવે પોલીસના ડીઆઈજી ભાસ્કરને જણાવ્યું હતું કે ચાલુ ટ્રેને ચોરી થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે.

આરબીઆઈએ સાલેમમાં આવેલી પાંચ બેન્કમાંથી નાણાં એકત્રિત કર્યાં હતાં. સાલેમ ચેન્નાઈથી 350 કિ. મી. દૂર દક્ષિણ પશ્ચિમે આવેલું છે. આરબીઆઈના અધિકારીઓને ટ્રેન ચેન્નાઈના એગમોર સ્ટેશને આવી અને તેમણે નાણાં જોયા ત્યારે ખબર પડી હતી કે ચોરોએ બે ટ્રન્કમાંથી નાણાં ચોરી લીધાં છે.સીસીટીવીના ફૂટેજમાં એવું જોવા મળ્યું હતું કે જે કોચમાં નાણાં હતાં તેમાં કોઈ નહોતું તેને બહારથી તાળું મારીને સીલ મારી દેવાયું હતું, છતાં કેટલાક લોકો તેનું વેન્ટિલેટર ખોલવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા.આ ટ્રેન સાલેમથી રાતે 9 વાગે ઉપડી હતી જે સવારે 4-40 વાગે ચેન્નાઈ પહોંચવાની હતી.

આ રૂપિયા અનેક ખાનગી બેંકોના હતા. રૂપિયા 11064 સેલમ-ચેન્નઈ ઈગ્મોર એક્સપ્રેસથી ચેન્નઈ લઈ જવાતા હતાં. ટ્રેન સેલમથી સોમવારે રાતે 9 વાગે ઉપડીને મંગળવારની સાંજે ચેન્નઈ પહોંચી હતી. ટ્રેનની છતમાં એક શખ્સ સરળતાથી અવરજવર કરી શકે એટલું બાકોરું પાડવામાં આવ્યું હતું.

રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, ચાર બોક્સ તૂટેલા મળ્યા હતાં. તેમાંથી એક બોક્સમાંથી તમામ નાણા ગાયબ થઈ ગયા હતાં. બીજું બોક્સ અડધું ખાલી હતું. જ્યારે ત્રીજા અને ચોથા બોક્સમાં નાણાં વિખરાયેલા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બોક્સને એટલા માટે છોડી દેવામાં આવ્યા કારણ કે તેમાં ઓછા નાણાં હતા.

ટ્રેનમાં અધવચ્ચેથી લૂંટારાઓ ચઢ્યા હશે. તેમણે ટ્રેનનું છાપરું કાપવા માટે સ્ટીલ કટર્સ અને વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કર્યો હશે. અને રાતે 1-30 વાગે ટ્રેન જ્યારે વિરુધાચલમ ખાતે રોકાઈ હતી ત્યાં તેઓ ચોરી કરીને ભાગ્યા હોવાથી શક્યતા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન