looteri dulhan after marriage women fraud her husband in Veraval
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 4 સંતાનોના આધેડ પિતાને બીજા નિકાહ કરવાનો અભરખો ભારે પડયો, લગ્નના બીજા દિવસે થયું એવું જાણી ચોંકી જશો

4 સંતાનોના આધેડ પિતાને બીજા નિકાહ કરવાનો અભરખો ભારે પડયો, લગ્નના બીજા દિવસે થયું એવું જાણી ચોંકી જશો

 | 1:59 pm IST
  • Share

વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ (ઉ.વ.59) ને ચાર સંતાનો છે. જે પૈકી ત્રણ પરfણીત અને એક કુંવારો છે. ઇબ્રાહીમભાઈના પત્નીનું દોઢેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્યુ થયેલ હતુ. જેથી ઇબ્રાહીમભાઇને બીજા લગ્ન કરવા હોવાથી તેમના એક પરિચિત મારફત અંકલેશ્વર રહેતા ઇરફાન યુસુફભાઇ શેખનો સંપર્ક થયો હતો. તેઓએ રૂ.40 હજારમાં લગ્ન કરાવી આપવાનું નકકી કર્યું હતું.

ચારેક દિવસ પૂર્વે ઇરફાનભાઇએ ફોન કરીને અંકલેશ્વર બોલાવેલ અને ત્યાંથી બંન્ને છોકરી જોવા સુરત ગયા હતા. જયાં શાઇમાબેન સાથે મુલાકાત કરાવતા બંન્નેને પસંદ પડેલ હોવાથી નિકાહ કરવાનું નક્કી કર્યું હતુ. ત્યારે નિકાહ કરવા માટે વસ્તુ લેવાનું કહી ઇબ્રાહીમભાઇએ રૂ.35 હજારની સોનાની વીંટી તથા રૂ.15 હજારના કપડા-કટલેરીનો સામન લઇ આપ્યો હતો. ત્યારબાદ બે દિવસ પૂર્વે ત્રણેય સાથે વેરાવળ આવી અત્રે ઇબ્રાહીમભાઇ સાથે શાઇમાબેનના નિકાહ કરાવ્યા હતા. જેના બીજા જ દિવસે શાઇમાબેનએ તેમના મોટા બાપુ ગુજરી ગયેલ હોવાનું જણાવી પિયરમાં જવાનું કહી કપડા તથા સોના-ચાંદીના દાગીના પેક કરવા લાગ્યા. તે સમયે જ ઇરફાનભાઇએ પણ બાકીના રૂ.30 હજારની માંગણી ઇબ્રાહીમભાઇ પાસે કરતા તેમને શંકા ગઇ હતી. જેથી તેમણે શાઇમાબેનને કહેલ કે આપણે કાલે સાથે જઇશું તેમ છતાં શાઇમાબેનએ જીદ કરતા તેની પાસેથી ઘરેણા તથા કપડા ઇબ્રાહીમભાઇએ પરત લઇ લેતા શાઇમાબેનએ મારે તારૂ ઘર ચલાવવું નથી તેમ કહી ઘરેથી નીકળી જઇ ઇરફાનભાઇ સાથે પોલીસ ચોકીએ પહોંચી રજુઆત કરી હતી. તેના લીઘે પોલીસે ઇબ્રાહીમભાઇને બોલાવતા તેઓએ સમગ્ર હકીકત જણાવતા આા મામલે સીટી પીઆઇ ડી.ડી.પરમારએ ત્વરીત કાર્યવાહી હાથ ઘરી બંન્ને આરોપીઓ (1) ઇરફાન યુસુફભાઇ શેખ (ઉ.વ.44) રહે. અંકલેશ્વર સર્વોદય સોસાયટી આંબોલી રોડ ઘર નં.બી-34 અને શાઇમાબેન હનીફભાઇ શેખ (ઉ.વ.34) રહે.રાંદેર રામનગર કૃતિકા એપાર્ટમેન્ટ પહેલા માળે સી-1 રૂમ નં.103-સુરત વાળાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી.

આ મામલે ચાર સંતોનોના પીતા એવા આધેડ ઇબ્રાહીમભાઇની શંકા અને પોલીસની સર્તકતાની કામગીરીથી મનઘડત કરવા ઇચ્છુ3ક યુવકો-પુરુષોને છેતરતી લુંટેરી દુલ્હનને ઝડપવામાં સફળતા મળી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ લુંટેરી દુલ્હન શાઇમાએ અત્યાર સુઘીમાં ત્રણ લગ્નો કર્યા છે. જ્યારે વધુ કેટલા લોકોને શિકાર બનાવી કેટલી છેતરપીંડી કરી છે તે આગળની તપાસમાં સામે આવશે.
ત્યારે છાશવારે બનતા આવા બનાવોને લઈ પોલીસ દ્વારા પણ અનુરોધ કરાયો છે કે કોઈ પણ લાલચ કે આર્થિક વ્યવહાર કરી લગ્નો કરવા જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન