Lord Jagannathji will be built in the UK's City of Bath, the statue will go to the UK today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • UKના સીટી ઓફ બાથમાં કરોડોના ખર્ચે બનશે ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર, આજે પ્રતિમા યુકે જશે

UKના સીટી ઓફ બાથમાં કરોડોના ખર્ચે બનશે ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર, આજે પ્રતિમા યુકે જશે

 | 9:55 am IST
  • Share

ભારતમાં જ નહીં, ભગવાન જગન્નાથ (Jagannath)નાં દુનિયાભરમાં અનેક મંદિર છે, ત્યારે યુકે (UK)ના સીટી ઓફ બાથ (City of Bath)માં રૂપિયા 100 કરોડના ખર્ચે ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ (Ahmedabad)માં ભગવાન જગન્નાથજી મંદિર ખાતે જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની પ્રતિમાનું પુજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશ્વ ઉમિયા મંદિર (World Umiya Temple)માં પણ પુજા કરવામાં આવી છે. ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે આવું ભવ્ય મંદિર હવે યુકેમાં બનશે. ત્યારે 21 ઓક્ટોબરે જગન્નાથજીની પ્રતિમાને યુકે લઈ જવાશે અને થોડા દિવસોની અંદર યુકેમાં મંદિરનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે હવે યુકેમાં વસતા ગુજરાતીઓને જગન્નાથજી દર્શન યુકેના સીટી ઓફ બાથમાં જ થશે કારણે કે જગન્નાજીનુ ભવ્ય 100 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યા છે જેના ભાગ રૂપે જગન્નાથજી સુભદ્રજી અને બલરામજીની પ્રતિમાની પુજન જગન્નાથજીના મંદિરે ત્યારબાદ વિશ્વ ઉમિયા મંદિરમાં પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે આવુ ભવ્ય મંદિર હવે યુકેમાં બનશે. આવતીકાલે જગન્નાથજી યુકે જશે અને થોડા દિવસોની અંદર યુકેમાં મંદિરનુ કામ પણ શરૂ કરી દેવામાં આવશે.

અનેક દેશોમાં ભગવાન જગન્નાથના મંદિર છે

ભારતમાં જ નહીં, ભગવાન જગન્નાથનાં દુનિયાભરમાં અનેક મંદિર છે. ભારત બહાર સૌથી જૂનું જગન્નાથ મંદિર બાંગ્લાદેશમાં છે. અહીં કોમિલામાં 16મી સદીનું જગન્નાથ મંદિર છે. આ સિવાય પાકિસ્તાનના સિયાલકોટમાં 2007માં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. સાથે જ, ઓસ્ટ્રેલિયા, ઈટલી, લંડન, સેન ફ્રાન્સિસ્કો, શિકાગો, મોસ્કો અને મોરિશિયસમાં પણ ભગવાન જગન્નાથનું મંદિર છે, જ્યાં રથયાત્રા પણ કાઢવામાં આવે છે.

જુઓ આ પણ વીડિયો: અભિનેતા નરેશ કનોડિયા કોરોના સંક્રમિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન