Madagascar minister swims 12 hours to safety after helicopter crash
  • Home
  • Top News
  • રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, જીવ બચાવવા 12 કલાક તર્યા મંત્રી

રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, જીવ બચાવવા 12 કલાક તર્યા મંત્રી

 | 8:19 pm IST
  • Share

  • ડૂબેલા પેસેન્જર જહાજના રેસ્ક્યુ માટે ગયેલું હેલિકોપ્ટર થયું ક્રેશ

  • હેલિકોપ્ટર ક્રેશ થયા પછી 12 કલાક સુધી સમુદ્રમાં તરતા રહ્યા મંત્રી

  • હેલિકોપ્ટર ક્રેશ પછી જીવ બચાવવા મંત્રીએ લીધું હિંમતથી કામ

આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં રેસ્ક્યુ ટીમનું હેલિકોપ્ટર સમુદ્રમાં તૂટી પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં દેશના પોલીસ અફેર્સ મિનિસ્ટર સર્જ ગેલે પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ પછી, મંત્રી સર્જ ગેલે લગભગ 12 કલાક સુધી સમુદ્રમાં તરતા રહ્યા અને આખરે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. મળતી માહિતી મુજબ, દેશના પૂર્વોત્તર તટ પર એક પેસેન્જર જહાજ ડૂબી જતાં બચાવ ટીમનું આ હેલિકોપ્ટર રાહત અને બચાવ માટે ગયું હતું. જહાજમાં 130 મુસાફરો હતા, જેમાંથી ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા હતા.

હેલિકોપ્ટર ક્રેશ પછી મંત્રી 12 કલાક સુધી તર્યા

મેડાગાસ્કર સરકારના એક મંત્રીએ કહ્યું છે કે બચાવ કામગીરી દરમિયાન તેમનું હેલિકોપ્ટર સમુદ્રમાં ક્રેશ થયા બાદ તેઓએ 12 કલાક સુધી તરીને સુરક્ષિત રીતે પોતાની જાતને બચાવી હતી.

થાકી ગયેલા પોલીસ મંત્રી સર્જે ગેલે કહ્યું કે આ મારો મરવાનો સમય નથી. તેમની સાથે હેલિકોપ્ટરમાં સવાર અન્ય બે સુરક્ષા અધિકારીઓ પણ આ દુર્ઘટનામાં બચી ગયા હતા. જણાવી દઈએ કે રાહત અને બચાવ ટીમ દેશના ઉત્તર-પૂર્વીય ભાગમાં જ્યાં પેસેન્જર જહાજ ડૂબી ગયું હતું તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહી હતી. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે તે અકસ્માતમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા હતા.

હેલિકોપ્ટર ક્રેશ પછી હિંમતથી લીધું કામ

પ્રમુખ એન્ડ્રી રાજોએલિનાએ પણ મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો. સોમવારનો અકસ્માત શા માટે અને કેવી રીતે થયો તે સ્પષ્ટ નથી પરંતુ 57 વર્ષીય મંત્રી સર્જ ગેલે જણાવ્યું હતું કે તેઓ અકસ્માત પછી મહામ્બો પહોંચવા માટે સાંજે 7:30 થી સવારે 7:30 સુધી તર્યા હતા.

તેમણે મહામ્બોના ગ્રામજનોને કહ્યું કે તેમણે કોઈ ઈજા થઈ નથી પરંતુ તેમને ખૂબ જ ઠંડી લાગી રહી છે. ‘હું ઈચ્છું છું કે તમે આ વીડિયો મારા પરિવાર, મારા સાથીદારો અને સરકારી સભ્યોના જોવા માટે પ્રસારિત કરો, કે જેથી તેઓ જોઈ શકે કે હું જીવિત છું અને સ્વસ્થ છું.’ સર્જ ગેલે ઓગસ્ટમાં મંત્રી તરીકે નિયુક્ત થયા પહેલા ત્રણ દાયકા સુધી પોલીસમાં સેવા આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો