Madrid's century in 'El Clasico', 100th victory over Barcelona
  • Home
  • Sports
  • Football
  • ‘અલ ક્લાસિકો’માં મેડ્રિડની સદી, બાર્સેલોનાને હરાવી 100મો વિજય મેળવ્યો

‘અલ ક્લાસિકો’માં મેડ્રિડની સદી, બાર્સેલોનાને હરાવી 100મો વિજય મેળવ્યો

 | 4:09 am IST
  • Share

  • રિયલ મેડ્રિડનો 32થી વિજય, અલ ક્લાસિકોમાં સતત પાંચમો વિજય મેળવ્યો

  • બાર્સેલોનાએ ફરીથી મેચમાં પુનરાગમન કર્યું

  • વિજેતા ટીમ 16મી જાન્યુઆરીએ રિયલ મેડ્રિડ સામે

સ્પેનિશ સુપર કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના સેમિફાઇનલ મુકાબલામાં રિયલ મેડ્રિડે બાર્સેલોનાને 32થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ બન્ને ટીમો વચ્ચે રમાતા મુકાબલાનેઅલ ક્લાસિકોનામ આપવામાં આવ્યું છે. રિયલ મેડ્રિડ માટે વિજય વિશેષ રહ્યો હતો. તેણે પોતાની પરંપરાગત હરીફ બાર્સેલોના સામે 100મો વિજય પણ હાંસલ કર્યો હતો. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 248 મુકાબલા રમાયા છે જેમાં મેડ્રિડે 100 મેચ જીતી છે. બાર્સેલોનાના નામે 96 વિજય નોંધાયા છે અને 52 મુકાબલા ડ્રો રહ્યા હતા.  

સેમિફાઇનલ છેલ્લી મિનિટ સુધી રોમાંચક બની હતી. પ્રથમ હાફની 25મી મિનિટે સ્ટ્રાઇકર વિનિશિયસ જુનિયરે ગોલ કરીને મેડ્રિડને 10થી આગળ કરી દીધી હતી પરંતુ 15 મિનિટ બાદ બાર્સેલોના તરફથી લ્યૂક ડિજોંગે ગોલ કરીને સ્કોર સરભર કર્યો હતો. બીજા હાફમાં મેડ્રિડના સ્ટારે કરીમ બેન્ઝેમાએ ગોલ કરીને સ્કોર ફરીથી 21નો કર્યો હતો.   

મેચની 90મી મિનિટ પૂરી થવામાં સાત મિનિટ બાકી હતી ત્યારે બાર્સેલોનાએ ફરીથી મેચમાં પુનરાગમન કર્યું હતું. યુવા ખેલાડી અંશુ ફાટીએ શાનદાર હેડર દ્વારા ગોલ કરીને મુકાબલો 22થી સરભર કર્યો હતો. ત્યારબાદ મુકાબલો એક્સ્ટ્રા ટાઇમમાં ખેંચાયો હતો જેમાં ફેડેરિકો વેલવર્ડે વિનિશિયસે આપેલા શાનદાર પાસ ઉપર 98મી મિનિટે ગોર કરીને રિયલ મેડ્રિડનો 32થી વિજય નિશ્ચિત કર્યો હતો. અલ ક્લાસિકોમાં મેડ્રિડનો આ સતત પાંચમો વિજય પણ હતો. સુપર કપની બીજી

સેમિફાઇનલ એટ્લેટિકો મેડ્રિડ અને એથ્લેટિક બિલબાઓ વચ્ચે રિયાદમાં જ રમાશે. આ મેચની વિજેતા ટીમ 16મી જાન્યુઆરીએ રિયલ મેડ્રિડ સામે ટકરાશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો