Magma Fincorp stock gave 919 percent return in 1 year
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખના થઇ ગયા રૂ.10 લાખ , 1 વર્ષમાં 900% રિટર્ન

આ કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખના થઇ ગયા રૂ.10 લાખ , 1 વર્ષમાં 900% રિટર્ન

 | 10:38 am IST
  • Share

શેરબજારમાં કેટલીય એવી તક આવે છે જ્યારે કોઇ કંપનીના શેરોનું પર્ફોમન્સ સ્તબ્ધ કરનારું હોય છે. આવી જ એક કંપની Magma Fincorp છે. મુંબઇ બેઝડ મગ્મા ફિનકોર્પ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીએ પોતાના રોકાણકારોને માત્ર એક જ વર્ષમાં 919 ટકાનું રિટર્ન આપ્યું છે.

Magma Fincorpએ આપ્યું 900% રિટર્ન

Magma Fincorpનો શેર ગયા વર્ષે 8 જૂન, 2020ના રોજ શેર દીઠ રૂ.15.30નો હતો, બીએસઇ પર બુધવારના રોજ આ શેર 156.25 રૂપિયા સુધી ઉછળ્યો અને 155.80 પર બંધ રહ્યો. આ કંપનીએ અંદાજે એક વર્ષમાં 900 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. એટલે કે જો કોઇએ એક વર્ષ પહેલાં મેગ્મા ફિનકોર્પના શેર 1 લાખ રૂપિયામાં ખરીદ્યા હોય તો આજે તે રકમ 10.21 લાખ રૂપિયા થઇ ગઇ હતો.

Magma Fincorpએ બધાને પાછળ છોડી દીધા

આ સમયગાળામાં જો તુલના કરીએ તો સેન્સેક્સે 52.16 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે મેગ્મા ફિનકોર્પના શેરે માત્ર આ વર્ષે જ 290.63 ટકા રિટર્ન આપ્યું. છેલ્લાં એક વર્ષમાં આ કંપનીએ રિટર્નના મામલામાં પોતાની હરિફ કંપનીઓને ઘણી પાછળ છોડી દીધી. બજાજા ફાઇનાન્સનો શેર એક વર્ષમાં 129.6 ટકા ચઢ્યો, તો મુથુટ ફાઇનાન્સનો શેર 63.27 ટકા અને બજાજ હોલ્ડિંગ્સનો શેર માત્ર 39.79 ટકા જ ચઢ્યો છે.

કયાંથી આવી તેજી, અદાર પૂનાવાલાનું શું છે કનેકશન?

હવે પ્રશ્ન એ થાય કે મેગ્મા ફિનકોર્પના શેરમાં આટલી બધી તેજી કયાંથી આવી. તેના માટે ફેબ્રુઆરી 2021ના એ રિપોર્ટને જોવો પડશે જેમાં એ દાવો કરાયો હતો કે અદાર પૂનાવાલાની કંપની Rising Sun Holdings અને પ્રમોટર ગ્રૂપના બે સભ્ય કંપનીમાં નિયંત્રણ હિસ્સો ખરીદવા માટે તૈયાર હતા. માર્ચની શરૂઆતના દિવસોમાં કંપનીના શેર હોલ્ડર્સે Rising Sun Holdingsના પ્રેફરન્શિયલ ઇક્વિટી શેર રજૂ કરી 3456 કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી હતી. Rising Star આ NBFCમાં 3456 કરોડ રૂપિયાની કેશ ડીલ દ્વારા 60 ટકા હિસ્સો ખરીદશે. જો કે આ ઓફરને અત્યારે રેગ્યુલેટરી મંજૂરીઓ મળવાની બાકી છે.

આ કંપનીના શેરમાં એ સમયે પણ તેજી આવી જ્યારે 6 ફેબ્રુઆરી 2021ના રોજ તેના બોર્ડ ઓફ ડાયરેકટર્સે નાણાંકીય વર્ષ 2021-22 માટે 3000 કરોડ રૂપિયાની ડેટ સિક્યોરિટીઝને રજૂ કરવાની મંજૂરી આપી હતી. આ બે ઘટનાઓ બાદ મેગ્મા ફિનકોર્પનો શેર ઝડપથી આગળ વધ્યો. જે શેરની કિંમત 29 જાન્યુઆરી 2021ના રોજ રૂ.45.15 હતો તેનો આજે શેર દીઠ ભાવ રૂ.156 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન