પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવીને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. આ સાથે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.


મમતા મહાકુંભ દરમિયાન કિન્નર અખાડા ખાતે આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળી હતી

પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સાધ્વી બનવાની જાહેરાત કરી હતી. મમતા મહાકુંભ દરમિયાન કિન્નર અખાડા ખાતે આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળી હતી. આ પછી મમતાએ સંગમમાં પિંડ દાનની વિધિ કરી અને કિન્નર અખાડામાં તેમનો રાજ્યાભિષેક થયો. મહાકુંભમાં સન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને નવું આધ્યાત્મિક નામ 'શ્રી યમાઈ મમતા નંદ ગિરી' આપવામાં આવ્યું. આ સાથે તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

લક્ષ્મી સામે કાર્યવાહી કરવામાં આવશે

કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસ મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. તેમના મતે, કોઈ મહિલાને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનાવવી એ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દોવાયા છે. તેમને પદ પરથી હટાવવાની જાહેરાત કરી દેવામાં છે. બીજી તરફ કિન્નર અખાડાના મહામંડલેશ્વર ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ પણ તેમને હટાવવાના સમાચાર પર વળતો પ્રહાર કર્યો છે. તેમનું કહેવું છે કે અજય દાસને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. કિન્નર અખાડામાં હવે તેમના માટે કોઈ સ્થાન નથી. કિન્નર અખાડા બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

અજય દાસે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે કિન્નર અખાડાનું નવેસરથી આયોજન કરવામાં આવશે. તેમજ નવા આચાર્ય મહામંડલેશ્વરની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

સંગમમાં પિંડ દાન કર્યું હતું

થોડા દિવસો પહેલા મમતા કુલકર્ણીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં પિંડ દાન કર્યું હતું અને સન્યાસ લીધો હતો. આ પછી ભવ્ય પટ્ટાભિષેક કાર્યક્રમમાં તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા. તેમનું નવું નામ શ્રી યમાઈ મમતા નંદ ગીરી હતું. તે મહાકુંભમાં 7 દિવસ રોકાઈ હતી, પરંતુ ત્યારથી વિવાદ ચાલી રહ્યો હતો કે મહિલાને કિન્નર અખાડાની મહામંડલેશ્વર કેમ બનાવવામાં આવી છે.

  • Follow us on: