maha shivratri shubh sanyog after 101 years can give you lord shiva
  • Home
  • Astro
  • મહાશિવરાત્રી પર 101 વર્ષ બાદ રચાયો અદ્ભૂત સંયોગ, જાણીલો ક્યારે છે શુભ મુહૂર્ત

મહાશિવરાત્રી પર 101 વર્ષ બાદ રચાયો અદ્ભૂત સંયોગ, જાણીલો ક્યારે છે શુભ મુહૂર્ત

 | 4:04 pm IST
  • Share

મહાશિવરાત્રિ (Maha shivratri) ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે સૌથી સારો દિવસ છે. આ દિવસે ભોલેનાથના ઉપાસક તેમની વિશેષ પૂજા અર્ચના કરીને મનોવાંછિત ફળોની પ્રાપ્તિ કરી શકે છે. આ વર્ષે શિવ પર્વ ખુબજ ખાસ છે. મહાશિવરાત્રીએ 101 વર્ષ પછી વિશેષ સંયોગ રચાઇ રહ્યો છે.

જ્યોતિષવિદોનું કહેવુ છે કે મહાશિવરાત્રીએ શિવયોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠા નક્ષત્રનો સંયોગ છે. આથી આ તહેવારનું મહત્વ વધી ગયુ છે. આ શુભ યોગથી મહાશિવરાત્રીની પૂજા કરવાથી વિશેષ લાભની પ્રાપ્તી થાય છે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી યુક્ત ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવશે. 11 માર્ચ ગુરૂવારે ત્રયોદશી અને ચતુર્દશી છે.

આ દિવસે શિવ યોગ, સિદ્ધિ યોગ અને ઘનિષ્ઠા નક્ષત્ર હોવાથી ખુબજ દુર્લભ સંયોગ રચાઇ રહ્યો છે. મહાશિવરાત્રીએ આવી સંયોગ 101 વર્ષ પછી રચાયો છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ આ દિવસે થયા હતા.

ભોલેનાથના વિવાહમાં દેવી દેવતાઓ સહિત દાનવ, કિન્નર, ગંધર્વ, ભૂત,પિશાચ પણ સામેલ હતા. મહાશિવરાત્રી પર શિવલિંગને ગંગાજળ, દૂધ, ઘી, મધ અને સાકરનું મિશ્રણ કરી એટલેકે પંચામૃતથી સ્નાન કરાવો. ફાગણ માસની વદ ચૌદશે સંસારના કલ્યાણ હેતુ શિવલિંગનું પ્રાગટ્ય થયુ.

ત્રણ સંયોગોનું મુહૂર્ત
11 માર્ચ સવારે 9:24 સુધી શિવ યોગ રહેશે. સિદ્ધિ યોગ લાગી જશે જે 12 માર્ચ સવારે 8:29 સુધી રહેશે. શિવ યોગમાં કરેલા તમામ મંત્ર શુભદાયક ફળ આપશે. ત્યારબાદ 9:45 સુધી ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે.

મહાશિવરાત્રીની પૂજા વિધી
વહેલી સવારે ઉઠીને સ્નાન કરો માટીના વાસણમાં પાણી અથવા દૂધ ભરો અને તેના ઉપર બિલ્વપત્ર ચડાવો. ધતુરાના ફૂલ ચડાવો. ત્યારબાદ શિવલિંગ પર અભિષેક કરો. જો તમે શિવ મંદિરમાં જઈ શકતા નથી તો તમે ઘરે માટીનું શિવલિંગ બનાવીને તેમની પૂજા કરી શકો છો. શિવ પુરાણ વાંચો અને મહામૃત્યુંજય મંત્ર અથવા શિવના પંચાક્ષર મંત્ર ॐ નમ: શિવાયનો જાપ કરો.

આ વીડિયો જુઓ: શ્રેષ્ઠ મંત્રો થકી કરવો શિવજીનો અભિષેક

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો