Maharashtra cabinet approves property tax waiver for homes upto 500 sq ft in Mumbai
  • Home
  • Business
  • મુંબઇમાં મકાન ધરાવતા લોકો માટે ખુશખબરી, ઠાકરે સરકારે કરાવ્યો ફાયદો

મુંબઇમાં મકાન ધરાવતા લોકો માટે ખુશખબરી, ઠાકરે સરકારે કરાવ્યો ફાયદો

 | 12:25 pm IST
  • Share

  • મુંબઇમાં ઘર પર પ્રોપર્ટી ટેક્સ માફ કરવાના નિર્ણયને મંજૂરી

  • 500 વર્ગફૂટના ઘર પર પ્રોપર્ટી ટેક્સ આપવો પડશે નહીં

  • આ નિર્ણયથી રાજકીય ફાયદો થશે ઠાકરે સરકારને?

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં રેહનાર લોકો માટે જે સમાચારની રાહ જોવાઇ રહી હતી તે આવી ગઇ. મુંબઇમાં 500 વર્ગફૂટના ઘર પર પ્રોપર્ટી ટેક્સ આપવો પડશે નહીં. ગઇ 12મી જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર કેબિનેટે મુંબઇમાં 500 વર્ગફૂટ સુધીના ઘર પર પ્રોપર્ટી ટેક્સ માફ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

આપને જણાવી દઇએ કે રાજ્યની ઠાકરે સરકારે નવા વર્ષના અવસર પર 1 જાન્યુઆરીના રોજ જાહેરાત કરી હતી કે 500 સ્કવેર ફૂટવાળા ઘરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરાશે. તેની સૌથી પહેલાં જાહેરાત 2017ની બીએમસી ચૂંટણીના સમયે કરાઇ હતી અને તે જ સમયે શિવસેનાએ લોકોને વચન આપ્યું હતું કે જો તે ફરીથી ચૂંટણી જીતશે તો 500 ચોરસ ફૂટના મકાનોનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવશે.

આ નિર્ણયની શું અસર થશે?

આ નિર્ણયથી મુંબઈ શહેરમાં રહેતા લોકોને રાહત મળશે અને ઈકોનોમી સેગમેન્ટમાં મકાનોના માલિકોને વાર્ષિક બચતના રૂપમાં વધુ લાભ મળશે. પ્રોપર્ટી ટેક્સ માફ કરવાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં મકાનોની ખરીદીને વેગ મળશે અને લોકો મુંબઈમાં ઘર ખરીદવા ઉત્સુક બનશે. આ નિર્ણય મધ્યમ આવક ગ્રૂપ અને ઓછી આવક ગ્રૂપના રહેવાસીઓ માટે ફાયદાકારક સાબિત થશે અને મુંબઈમાં નવા મકાનોના વેચાણમાં પણ તેજી જોવા મળશે.

નિર્ણયનું આર્થિક પાસું

ઠાકરે સરકારનો અંદાજ છે કે આનાથી 16.14 લાખ રહેણાંક એકમોને ફાયદો થશે અને તેમની સાથે સંકળાયેલા કરોડો લોકોને આર્થિક લાભ થશે. જો કે, આ મુક્તિને કારણે તિજોરીને 462 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે અને રાજ્ય સરકાર 45 કરોડ રૂપિયાની બાકીની ખાધને પહોંચી વળશે.

આ નિર્ણયનું રાજકીય પાસું

મુંબઈની મ્યુનિસિપલ ચૂંટણી પહેલા કરવામાં આવેલી આ જાહેરાતથી સત્તાધારી શિવસેનાને ફાયદો થઈ શકે છે અને તેથી જ આગામી મહિને યોજાનારી BMCની ચૂંટણી પહેલા શિવસેનાએ આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

મુંબઈમાં MIG ગ્રુપના મકાનોનું વેચાણ વધી રહ્યું છે

નોંધનીય છે કે મુંબઈમાં મિડ ટુ હાઈ કેટેગરી (MIG-HIG) એપાર્ટમેન્ટનું વેચાણ પણ છેલ્લા પાંચ ક્વાર્ટરથી સતત વધી રહ્યું છે. આ જોતાં દેશની સૌથી ધનાઢ્ય મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી BMC અપેક્ષા રાખે છે કે ભલે પ્રોપર્ટી ટેક્સ માફ કરવાથી તેની આવકમાં ઘટાડો થશે, પરંતુ નવા મકાનોના વેચાણને કારણે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો