Maharashtra CM Uddhav Thackeray said that lockdown is the only option
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાના ભરડામાં આવેલા મહારાષ્ટ્ર માટે માઠા સમાચાર, CMએ કહ્યું- લોકડાઉન જ એક માત્ર વિકલ્પ

કોરોનાના ભરડામાં આવેલા મહારાષ્ટ્ર માટે માઠા સમાચાર, CMએ કહ્યું- લોકડાઉન જ એક માત્ર વિકલ્પ

 | 7:02 pm IST
  • Share

વધુ એક વખત મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા ઝડપી વધી રહ્યા છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે શનિવાર સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે મહારાષ્ટ્રના તમામ દળ સાથે બેઠક ચાલી રહી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા થઇ રહેલી બેઠકમાં પુર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત તેમના લોકો હાજર છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રની સ્થિતિ ઠીક નથી. અહિંયા ફરીથી લોકડાઉન સિવાય બીજો કોઇ વિકલ્પ નજર નથી આવી રહ્યો. 15થી 20 એપ્રિલ વચ્ચે પરિસ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, લોકડાઉન લગાવવાનો સમય નજીક આવી રહ્યો છે.

નેતાઓ સાથે બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોરોનાની ચેન તોડવી જરૂરી છે. રસીકરણ બાદ પણ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આથી યુવા પેઢી વધારે પ્રભાવિત થઇ રહી છે. ઠાકરેએ કહ્યું કે, લોકડાઉન જરૂરી નથી, પરંતુ બીજા દેશોએ પણ આ ચેનને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે, માટે લોકડાઉન જ એક માત્ર વિકલ્પ છે. કોરોનાના વધતા દર્દીઓની સંખ્યાને રોકવા માટે આ જરૂરી છે.

વચ્ચેનો રસ્તો નીકાળે સરકાર: અશોક ચૌહાણ

ત્યાં જ કેબિનેટ મંત્રી બાલા સાહેબ થોરાતે સીએમને કહ્યું કે, લોકોના જીવ બચાવવા માટે સખત નિર્ણય જો લેવા પડે તો લેવા જોઇએ. આપણે તેનો સ્વીકાર કરવો પડશે. આ પ્રકારે અસોક ચૌહાણે કહ્યું કે, હવે કડવા નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. આ ખુબ જ પડકારજનક સમય છે. જોકે ચૌહાણે એવું પણ કહ્યું કે, લોકડાઉન લગાવતા પહેલા સરકારે ગરીબો વિશે પણ વિચારવું પડશે. સરકારે વચ્ચેનો કોઇ રસ્તો નિકાળવો જોઇએ. ચૌહાણે કહ્યું કે, અમારી સરકારે ટેસ્ટિંગની સંખ્યા છૂપાવી નથી. વધારે ટેસ્ટ થવાથી આ આંકડાઓ સામે આવી રહ્યા છે.

ફરીથી લોકડાઉન થશે તો લોકો ગુસ્સે થશે: ફડણવીસ

બેઠકમાં બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે લોકડાઉનને ફરીથી લાદવોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુપં- લોકોનું ગત વર્ષ બગડ્યુ હતું. હજૂ સુધી લોકો લાઇટ બિલ પણ ભરી શક્યા નથી. લોકો કેવી રીતે જીવશે. સરકારે લોકોની ભાવનાઓ સમજવી પડશે. ફડણવીસે કહ્યું કે, જો રાજ્યનું દેવું વધે છે તો વધવા દો, પરંતુ સરકાર સામાન્ય લોકો માટે રાહત પેકેજ આપે. જો ફરીથી લોકડાઉન થશે તો લોકોનો ગુસ્સો ફૂટશે.

જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ બેરાબૂ થઇ ગયુ છે. અહિં રોજના 55 હજાથી વધુ કોરોના કેસ આવી રહ્યા છે. કોરોનાનાં સતત વધતા કેસ પર કાબૂ મેળવવા માટે મહારાષ્ટ્રમાં ત્રણ અઠવાડિયા માટે એટલે 30 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

આ વીડિયો પણ જુઓ : સંદીપાનો મનમોહક ડાન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન