Maharashtra cm Uddhav Thackeray targeted RSS on Hindutva
  • Home
  • Featured
  • હિંમત હોય તો સરકાર પાડીને બતાવો: ઉદ્ધવે BJPને આપ્યો પડકાર

હિંમત હોય તો સરકાર પાડીને બતાવો: ઉદ્ધવે BJPને આપ્યો પડકાર

 | 9:08 pm IST
  • Share

  • ED અને CBIથી અમે નથી ડરતા: ઉદ્ધવ ઠાકરે
  • ધમકી આપીને પોલીસ પાછળ છુપાઈ જવાવાળા અમે નથી
  • ઉદ્ધવ ઠાકરેએ હિંદુત્વ મુદ્દે RSS પર નિશાન સાધ્યું

 

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેઓ શુક્રવારે વાર્ષિક દશેર પર ઉત્સવ દરમિયાન હિંદુત્વને લઈને RSS પ્રમુખ મોહન ભાગવત પર જોરદાર હુમલો કર્યો. સીએમ ઉદ્ધવે કહ્યું કે, આજે આરએસએસની પણ સભા થઈ. હિદૂત્વની વાત થઈ, હું મોહનજીને કહેવા માંગુ છુ કે,માફ કરો, આજે હું તમારી ટીકા નથી કરી રહ્યો. હિંદુત્વનો મતલબ રાષ્ટ્રપ્રમ છે. બાલા સાહેબે કહ્યું હતું કે,પહેલા આપણે દેશવાસી છીએ, ત્યાર પછી ધર્મ આવે છે. જ્યારે ધર્મ ઘરે રાખીને આપણે બહાર નિકળીએ છીએ, ત્યારે દેશ આપણો ધર્મ હોય છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેઓ બીજેપીને પડકાર ફેંકતા કહ્યું, આવતા મહિને અમારી સરકારને બે વર્ષ પૂરા થઈ જશે, હજુ પણ કહું છુ, હિંમત હોય તો આ સરકારને પાડીને બતાવો?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, આજે મોહન ભાગવતજીએ કહ્યું, જે ગયા વખતે કહ્યું હતું તે સાચુ છે કે પહેલા બધાના પૂર્વજ એક હતા, બિલ્કુલ પહેલા સુધી નથી જતા, નહીં તો વાંદરા સુધી પહોંચી જાત. જો બધાના પૂર્વ જ એક છે તો વિપક્ષના પૂર્વજો તેના નથી? ખેડૂતોના પૂર્વજો નથી? શું જેમના પર ગાડી ચઢાવી દેવામાં આવી તેમના પૂર્વજો નથી? ઉદ્ધવે સવાલ કરતા કહ્યું કે, મોહનજીને પૂછુ છું કે,શું તમે એનાથી સહમત છો કે જે તેમની સાથે થઈ રહ્યું છે. હું સામાન્ય લોકોને કહેવા માગુ છુ કે મત સૌથી મોટુ હથિયાર છે.

આ પણ વાંચો-દુર્ગા વિસર્જનમાં જતા લોકોને ગાંજાથી ભરેલી કારે કચડી નાંખ્યા

મારા સિવાય પણ શિવસૈનિકો સીએમ બનશે

સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હિંદુત્વ તો મુદ્દો છે જ. આજે મારી જેમ આરએસએસની પણ સભા થાય છે. અમારા વિચાર એક છે હિંદુત્વ, એટલા માટે અમે બીજેપીની સાથે ગયા હતા, તમે વચન ન પાળ્યું, નહીં તો આપણે સાથે હોત. એટલા માટે મે પિતાજીને જે વચન આપ્યું હતું, તેના માટે હું મુખ્યમંત્રી બન્યો. મારા સિવાય પણ શિવ સૈનિક મુખ્યમંત્રી બનશે. જો તેમણે વચન પાળ્યું હોત તો હું રાજનીતિમાંથી કદાચ ચાલ્યો જાત. પરંતુ જે કરવાનું હતુ તે મે કર્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો