Mahatma Gandhi's granddaughter sentenced to 7 years in jail
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહાત્મા ગાંધીની પપૌત્રીને 7 વર્ષની જેલની સજા, નકલી દસ્તાવેજોના આધારે કરી હતી છેતરપિંડી

મહાત્મા ગાંધીની પપૌત્રીને 7 વર્ષની જેલની સજા, નકલી દસ્તાવેજોના આધારે કરી હતી છેતરપિંડી

 | 12:03 pm IST
  • Share

દક્ષિણ આફ્રિકામાં ડરબનની એક અદાલતે મહાત્મા ગાંધીની પપૌત્રીને 60 લાખ રૈંડની છેતરપિંડીના મામલે 7 વર્ષની કેદની સજા સંભળાવી છે. આશીષ લતા રામગોબિન (56)ને સોમવારના અદાલતમાં આ સજા સંભાળવામાં આવી. તેમના પર ઉદ્યોગપતિ એસ.આર. મહારાજની સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતો. મહારાજે તેમને કથિત રીતે ભારતથી માલની આયાત કરવા અને કસ્ટમ ડ્યુટી ક્લિયરિંગ માટે 62 લાખ રૈંડ આપ્યા હતા, જેનું કોઈ અસ્તિત્વ નહોતુ.

નકલી ઇનવોઇસ અને દસ્તાવેજ આપ્યા હતા

આમાં તેમને લાભનો એક ભાગ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. લતા રામગોબિન જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા ઇલા ગાંધી અને દિવંગત મેવા રામગોબિંદના દીકરી છે. વર્ષ 2015માં જ્યારે લતા રામગોબિનની વિરુદ્ધ સુનાવણી શરૂ થઈ હતી, ત્યારે એનપીએના બ્રિગેડિયર હંગવાની મૂલૌદજીએ કહ્યું હતુ કે તેમણે સંભવિત રોકાણકારોને વિશ્વાસ અપાવવા માટે કથિત રીતે નકલી ઇનવોઇસ અને દસ્તાવેજ આપ્યા હતા કે ભારતથી લિનેનના ત્રણ કન્ટેનર આવી રહ્યા છે.

મહારાજની કંપની અન્ય કંપનીઓને નાણાકીય મદદ પણ ઉપલબ્ધ કરાવે છે

ત્યારે લતા રામગોબિનને 50,000 રૈંડના જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા. સોમવારના સુનાવણી દરમિયાન અદાલતને સૂચિત કરવામાં આવ્યું કે લતા રામગોબિને ન્યુ આફ્રિકા અલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રીબ્યુટર્સના નિર્દેશક મહારાજથી ઑગષ્ટ 2015માં મુલાકાત કરી હતી. કંપની કપડા, લિનેન અને જૂતા-ચપ્પલોની આયાત, નિર્માણ અને વેચાણ કરે છે. મહારાજની કંપની લાભાંશના આધાર પર અન્ય કંપનીઓને નાણાકીય મદદ પણ ઉપલબ્ધ કરાવે છે.

લોન માટે તેમની સાથે લેખિત કરાર કર્યો હતો

લતા રામગોબિને મહારાજને કહ્યું હતુ કે, તેમણે સાઉથ આફ્રિકન હૉસ્પિટલ ગ્રુપ નેટ કેર માટે લિનેનના ત્રણ કન્ટેનર મંગાવ્યા છે. રામગોબિનના પરિવાર અને નેટ કેરના દસ્તાવેજના કારણે મહારાજે લોન માટે તેમની સાથે લેખિત કરાર કર્યો, પરંતુ બાદમાં જ્યારે તેમને છેતરપિંડીની જાણ થઈ તો તેમણે લતાની વિરુદ્ધ કેસ નોંધાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન