major train accident was averted near Atul station in Valsad august kranti express
  • Home
  • Gujarat
  • બચી ગયા નહીંતર… વલસાડમાં અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ઉથલાવવાનો પ્રયાસ

બચી ગયા નહીંતર… વલસાડમાં અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ઉથલાવવાનો પ્રયાસ

 | 8:43 am IST
  • Share

  • વલસાડના અતુલ રેલવે ટ્રેક પર મોટી દુર્ઘટના ટળી

  • અસામાજીક તત્વોએ સિમેન્ટનો પોલ મુક્યો

  • અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ઉથલાવવાનો પ્રયાસ

વલસાડના અતુલ સ્ટેશન નજીક મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અજાણ્યા ઈસમો દ્વારા રેલ્વે ટ્રેક ઉપર સિરમેન્ટનો પિલર મૂકી દેવતા અગસ્ત ક્રાંતિ ટ્રેન સાથે પિલર ટકરાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી જેથી રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પગલે રેલ્વે પોલીસ, રેલ્વે અધિકારીઓ સહિત સુરત રેન્જ આઈ.જી સાથે વલસાડ જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પોહચ્યા હતા. આ ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 

પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકો ની પૂછપરછ શરૂ કરી છે. તો રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે આ ઘટનામાં સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબજ મોટી દુર્ઘટના બનવાની પુરેપુરી શક્યતા હતી. ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓ પિલર મૂકનારને શોધવા માટે તડામાર પ્રયત્નો કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો