makar sankranti donation according to zodiac makar sankranti daan
  • Home
  • Astro
  • મકર સંક્રાંતિએ રાશિ અનુસાર ખાસ ચીજનું કરો દાન, ખૂલશે ભાગ્ય

મકર સંક્રાંતિએ રાશિ અનુસાર ખાસ ચીજનું કરો દાન, ખૂલશે ભાગ્ય

 | 11:51 am IST
  • Share

  • રાશિ અનુસારનું દાન હોય છે લાભદાયી

  • મળે છે સૂર્યદેવના આર્શીવાદ

 

  • શનિ દોષ થાય છે દૂર

સૂર્યદેવની ઉપાસનાને માટે મકર સંક્રાંતિનું પર્વ ખાસ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ દિવસનું ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થવાની સાથે મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે અહીં અનાજના દાનનું પુણ્ય માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ખીચડી અને ગોળ- તલનું દાન પણ લાભદાયી હોય છે. આ સિવાય આ દિવસે રાશિના અનુસાર ખાસ ચીજનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે. તો જાણો કઈ રાશિના લોકોએ કઈ વસ્તુનું દાન કરવું જેથી તેમનું ભાગ્ય ચમકી શકે.
મેષ રાશિ

આ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે પુણ્ય કાળમાં તાંબાના વાસણ, ગોળ, તલ કે દહીંનું દાન કરવું.

 

વૃષભ રાશિ

આ રાશિના લોકોએ ઉત્તરાયણના દિવસે ખાસ કરીને શુભ મૂહૂર્તમાં ચાંદીની વસ્તુ કે તલથી બનેલી ચીજનું દાન કરવું. તેને શુભ માનવામાં આવે છે.

મિથુન રાશિ

મકર સંક્રાંતિએ પુણ્ય કાળમાં સ્નાન કરીને ગોળ અને પીળી વસ્તુનું દાન કરવું. તેનાથી તેમને ફાયદો થઈ શકે છે.

કર્ક રાશિ

ઉત્તરાયણ પર કર્ક રાશિના જાતકોએ દાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. તેઓએ સફેદ તલનું દાન કરવું જોઈએ. તેનાથી તેમનું ભાગ્ય ખૂલી શકે છે.

સિંહ રાશિ

આ દિવસે સિંહ રાશિના લોકોએ ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ. તેનાથી તેમને મોટો લાભ થઈ શકે છે.

 

કન્યા રાશિ

મકર સંક્રાંતિએ કન્યા રાશિના લોકોએ તલ અને લીલા મગનું દાન કરવું. તેનાથી તેમનું ભાગ્ય ખૂલે છે અને ઓછી મહેનતે જલ્દી સફળતા પ્રાપ્ત થાય છે.

તુલા રાશિ

આ રાશિના લોકોએ ઉત્તરાયણ પર 7 પ્રકારના અનાજનું દાન કરવું શુભ સાબિત થાય છે. આ સિવાય ગોળનું દાન કરવાનું લાભદાયી રહે છે.

વૃશ્વિક રાશિ

આ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે લાલ રંગના કપડાનું દાન કરવું. સાથે દહીંનું દાન પણ કરવાનું શુભ માનવામાં આવે છે.

 

ધન રાશિ

આ રાશિના લોકોએ ઉત્તરાયણના દિવસે પીળા કપડાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ સિવાય ગરીબોને ખીચડીનું દાન કરવાથી પણ લાભ મળી શકે છે.

મકર રાશિ

આ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે કાળા તલ અને કામળાનું દાન કરવું. તે લાભદાયી સાબિત થઈ શકે છે.

કુંભ રાશિ

આ રાશિના જાતકો ઉત્તરાયણના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરે તો તે લાભદાયી રહે છે. આ સિવાય ખીચડીનું દાન કરવાનું પણ ફળદાયી માનવામાં આવે છે.

મીન રાશિ

મીન રાશિના લોકોને માટે મકર સંક્રાંતિના દિવસે ચણાની દાળ અને તલનું દાન શુભ માનવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો