Make a sari that can be packed in a matchbox, see Photos
  • Home
  • Photo Gallery
  • ગજબ હોં ! માચિસ બોક્સમાં પેક થઈ જાયે તેવી સાડી, જુઓ Photos

ગજબ હોં ! માચિસ બોક્સમાં પેક થઈ જાયે તેવી સાડી, જુઓ Photos

 | 6:28 pm IST
  • Share

શું તમે પશ્મિના ગરમ અને નરમ કપડા વિશે સાંભળ્યું છે, જેને દુકાનદારો રિંગની વચ્ચેથી બહાર કાઢીને બતાવે છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સાડીને મેચબોક્સમાં પેક કરી શકાય છે? હવે વિચારો કે જ્યારે પશ્મિના માચીસમાં ન આવી શકે તો તેમાં સાડી કેવી રીતે પેક કરી શકાય! પરંતુ તેલંગાણાના એક હેન્ડલૂમ વણકરે આ શક્ય કર્યું છે. હા તેણે આવી સાડી ડિઝાઈન કરી છે જે મેચબોક્સમાં ફિટ થઈ જાય છે. આ સાડીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. તેમજ વણકરના કામને લોકો બિરદાવી રહ્યા છે. આ અદ્ભુત કામ કરનાર વણકરનું નામ નલ્લા વિજય છે. જે રાજન્ના સરસિલ્લા જિલ્લાના રહેવાસી છે. મળતી માહિતી મુજબ વિજયે મંગળવારે મંત્રી સબિતા ઈન્દ્રરેડ્ડીને આ ખાસ સાડી ભેટમાં આપી હતી. વિજયે જણાવ્યું કે તેને આવી સાડી તૈયાર કરવામાં લગભગ 6 દિવસનો સમય લાગે છે. જુઓ આ Photos..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો