make power poha at home for good immunity
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • એકના એક પૌંઆથી કંટાળ્યા છો તો બનાવી લો આ નવી રીતથી

એકના એક પૌંઆથી કંટાળ્યા છો તો બનાવી લો આ નવી રીતથી

 | 4:18 am IST
  • Share

  • પૌંઆને બાવો વધારે ટેસ્ટી

  • એકના એક પૌંઆથી મળશે છૂટકારો

  • જાણી લો સરળ અને ટેસ્ટી ડિશની રેસિપિ

જો તમે ઘરે જ પૌંઆને ટેસ્ટી અને હેલ્ધી રૂપ આપવા માંગો છો તો તમે ખાસ આ રેસિપિ ટ્રાય કરી શકો છો. પૌંઆની આ નવી વાનગી તમને એક અલગ જ ટેસ્ટ આપશે.

સામગ્રી 

2 કપ પૌંઆ 

1/3 કપ કાબુલી ચણા 

1 કાંદો, બારીક સુધારેલો

1 લીલું મરચું, બારીક કાપેલું 

1 ટામેટું, બારીક કાપેલું 

2 ટીસ્પૂન લીંબુનો રસ 

1 ટેબલ સ્પૂન તેલ     

મીઠું સ્વાદ પ્રમાણે 

સજાવટ માટે    

2 ટેબલ સ્પૂન બારીક કાપેલી કોથમીર

બનાવવાની રીત

1. કાબુલી ચણાને ધોઈને લગભગ 6 કલાક પલાળવા માટે પાણીમાં મૂકી દેવા

2. કાબુલી ચણાને પ્રેશર કૂકરમાં બાફવા, નિતારવા અને બાજુ પર મૂકી દેવા.

3. એક સૉસ પૅનમાં તેલને ગરમ કરવું, તેમાં કાંદા અને લીલાં મરચાં નાંખવાં અને સાંતળવા જ્યાં સુધી કાંદા અર્ધપારદર્શક ન થઈ જાય

4. ટામેટાં નાખવાં અને વધુ 2 મિનિટ રાંધવું.

5. કાબુલી ચણા, લીંબુનો રસ અને મીઠું નાંખવા અને બરાબર મિક્સ કરવું. ગૅસ પરથી ઉતારી લેવું.

6. પૌંઆને ભીના કરવા માટે તેમના ઉપર થોડું પાણી છાંટવું અને પછી કાબુલી ચણાના મિશ્રાણમાં નાંખવા.

7. બરાબર મિક્સ કરવું અને બારીક કાપેલી કોથમીરથી સજાવવા. ગરમ ગરમ પીરસવા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો