Makeup Tips: How To Remove Makeup From Face After Playing Garba
  • Home
  • Fashion & Beauty
  • ગરબા રમ્યા બાદ ચહેરા પરથી મેકઅપ સાફ કરવાની ટિપ્સ, જાણી લો ખૂબ જ કામ આવશે

ગરબા રમ્યા બાદ ચહેરા પરથી મેકઅપ સાફ કરવાની ટિપ્સ, જાણી લો ખૂબ જ કામ આવશે

 | 2:58 pm IST
  • Share

  • ગરબા રમ્યા બાદ ચહેરાની સફાઈ છે જરૂરી

  • ચહેરા પરથી મેકઅપ સાફ કરવાની ટીપ્સ

  • મેકઅપ સાફ કર્યા વિના ઊંઘી જાઓ તો ત્વચા પર થાય છે નકારાત્મક અસર

તૈયાર થઈને ગરબા રમવા તો પહોંચી જવાય છે પણ ગરબા રમ્યા પછી થાક લાગ્યો હોય એટલે આપણે ચહેરા પરથી મેકઅપ સાફ કર્યા વિના સુઈ જઈએ છીએ. પણ મેકઅપ સાફ કર્યા વિના ઊંઘી જવાની અસર આપણા ચહેરા પર બીજા દિવસે જોવા મળે છે. આપણી ત્વચા પર આની ઘણી નકારાત્મક અસર થાય છે. એટલા માટે સૂતા પહેલા ચહેરા પરથી મેકઅપ કાઢવો જરૂરી છે. એટલે જાણી લો થાક્યા હોય ત્યારે જલ્દી અને સરળ રીતે મેકઅપ સાફ કરવાની ટિપ્સ –

નાળિયેર તેલ – ચહેરા પરથી મેકઅપને સાફ કરવાનો સૌથી સરળ ઉપાય નાળિયેર તેલ. તેનાથી મેકઅપ સરળતાથી દૂર થાય છે. આ માટે તમારે થોડું તેલ રૂ પર લઈને મેકઅપને સાફ કરો. આનાથી મેકઅપ ઝડપથી સાફ થઇ જશે.

મેકઅપ રીમુવલ ક્રીમ – જો તમારી પાસે મેકઅપ રીમુવર ક્રીમ છે તો રૂ વડે સરળતાથી મેકઅપ સાફ થઇ જશે. પણ તમારે મેકઅપ રિમૂવ કરવાની ખાસ જરૂર છે.

સ્ટીમ લઈ શકો – સ્ટીમ એ સૌથી સરળ રસ્તો છે, સ્ટીમ લેવાથી મેકઅપ ખૂબ જ સરળતાથી સાફ થઇ જશે. સ્ટીમ લીધા પછી રૂથી ચહેરો લૂછી લો.

સ્ક્રબ – ચહેરા પરથી મેકઅપ સાફ કર્યા બાદ સ્ક્રબ કરવું જરૂરી છે. વધારે પડતું ફાઉન્ડેશન કે અન્ય કોસ્મેટિક ક્રિમ લગાવવાથી તમારા ચહેરા પર એક પરત જામી જાય છે. એટલે માત્ર મેકઅપ રિમૂવ કરવાથી કામ નથી ચાલતું પણ સાથે જ સ્ક્રબિંગ જરૂરી છે.

ફેસ વોશ – મેકઅપ સાફ કર્યા બાદ એક વખત ફેસ વોશથી ચહેરો ધોઈ લો. આ પછી, મોશ્ચરાઈઝર ક્રીમ સાથે ચહેરાની માલિશ કરો. આ તમારા ચહેરાને ભેજયુક્ત રાખશે. સવારે ઉઠ્યા બાદ એક વખત સિમ લો. આનાથી તમારો ચહેરો સંપૂર્ણપણે સાફ થઈ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો