making-mimes-started-after-telecast-of-ramayana-users-told-this-actress-manthara swara bhaskar
  • Home
  • Entertainment
  • Bollywood
  • રામાયણના પ્રસારણ બાદ આ અભિનેત્રી થઇ બરાબરની ટ્રોલ, લોકોએ કરી મંથરા સાથે સરખામણી

રામાયણના પ્રસારણ બાદ આ અભિનેત્રી થઇ બરાબરની ટ્રોલ, લોકોએ કરી મંથરા સાથે સરખામણી

 | 9:59 am IST

કોરોના વાયરસથી જંગ જીતવા માટે સરકાર તરફથી દેશમાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. લોકોનો કંટાળો દૂર કરવા માટે 80ના દશકમાં પ્રખ્યાત સીરિયલ રામાયણને પુન: પ્રસારિત કરવાનો નિર્ણય લીધો. જ્યાં તેનાથી ઘણા લોકોને પહેલાની યાદો તાજા થઇ ગઇ છે. તો ઘણા લોકો તેની મજા પણ લઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ પ્રખ્યાત કાર્યક્રમ બનાવ્યા બાદ મીમ્સ બનાવવાનો સીલસીલો જારી રહ્યો. મંગળવારની સવારથી ટ્વિટર પર રામાયણના બે પ્રખ્યાત મહિલા પાત્ર રાની કૈકેયી અને તેમની નોકરાની મંથરા ટ્રેન્ડ કરી રહી હતી.

એક યુઝરે લખ્યું, આજ રામાયણના એપિસોડથી મેં શીખ્યું તે કંઇક આ પ્રકારે છે. જેમ કે કુટનીતી કરનાર લોકોથી દૂર રહો નહીં તો તમે તમારી જાતને વનવાસ આપશો. જ્યારે અન્યએ લખ્યું મેં હંમેશા હનુમાન અને લક્ષ્મણ જેવો સત્ય મિત્ર જોઇતો હતો પરંતુ મને મંથરા અને વિભિષણ મળ્યા. ઘણા લોકોએ તો અભિનેત્રી સ્વરા ભાસ્કરની તુલના મંથરાથી કરતા આજના સમયની મંથરા કહેવાનું શરૂ કરી દીધું.

રામાયણ અને મહાભારતથી શીખ લેતા એક દર્શકે ટ્વીટ કરતા લખ્યું, 31 માર્ચ સવારે નવ અને બપોરે 12 વાગ્યે નકારાત્મક લોકો શબ્દ વિચાર દૂર રાખવા જોઇએ મંથરા જેવા, અન્યથા કૈકેયીની જેમ તમે તમારા પરિવારને તબાહ કરી દેશો. કિસ્મત લખેલી હોય છે. પરંતુ વ્યક્તિને મહેનતની જરૂરત પણ છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે 33 વર્ષ પહેલા રામાયણ ટીવી પર આવતી હતી ત્યારે કોઇ વડાપ્રધાને ટીવ પર આવીને એવું ન્હોતું કહ્યું કે ઘરમાં રહો, પરંતુ આખો દેશ ટીવીની સામે બેસી રહેતો હતો. આજકાલના બાળકો ભલે જાણતા ન હોય જ્યારે તમે રામાયણ જોતા હતા. તે શું સમય હતો, એવો માહોલ હતો કે રવિવારની સવારે રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ થઇ જતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન