Mamata Benerjee Held Meeting With Sonia Gandhi In delhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ખેલા હોબે’: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી મમતા બેનર્જી, કેજરીવાલને પણ મળશે

‘ખેલા હોબે’: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી મમતા બેનર્જી, કેજરીવાલને પણ મળશે

 | 7:50 pm IST
  • Share

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે 10 જનપથ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જાણકારી અનુસાર આ દરમિયાન રાહુલ ગાંધી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલાં મીડિયા સાથે વાતચીત પહેલાં તેઓએ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ બેઠક બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મમતા બેનર્જીને મળવા માટે TMCના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે. સોનિયાજીએ મને ચા પર બોલાવી હતી. રાહુલ જી ત્યાં હાજર હતા. અમે દેશની વર્તમાન રાજનૈતિક સ્થિતિ, કોરોનાના હાલત પર ચર્ચા કરી હતી. અમે વિપક્ષની એકજૂથ થવાને લઈને પણ વાત કરી હતી. આ એક સારી મુલાકાત હતી. મને લાગે છે કે ભવિષ્યમાં તેનું સકારાત્મક પરિણામ જોવા મળશે. આ ઉપરાંત મમતાએ કહ્યું કે, ભાજપને હરાવવા માટે બધા સાથે આવે તે જરૂરી છે. હું વિપક્ષની નેતા નહીં પણ સૈનિક છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન