Man arrested for stealing vehicle Says God told him to do it
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગાડી ચોરી રફુચક્કર થઇ ગયો શખ્સ, પકડાતા બોલ્યો- મને તો ભગવાને કહ્યું હતું ચોરી કરવાનું

ગાડી ચોરી રફુચક્કર થઇ ગયો શખ્સ, પકડાતા બોલ્યો- મને તો ભગવાને કહ્યું હતું ચોરી કરવાનું

 | 2:39 pm IST
  • Share

અમેરિકાના પૂર્વોત્તર વિસ્તારવાળા રાજ્ય અલબામામાં એક ચોરને ગાડી ચોરી કરતાં પોલીસે પકડી લીધો પરંતુ ચોંકવાનારો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે તેને એક રિપોર્ટરે પૂછયું કે આવું કેમ કર્યું તો તેને ખૂબ જ અજીબોગરીબ જવાબ આપ્યો. આરોપીનું કહેવું હતું કે આ ચોરીમાં તેની ભગવાને મદદ કરી અને તે ભગવાનના કહેવા પર ચોરી કરી રહ્યો હતોત.

ચોરીના આરોપમાં પકડાયો ચોર

અલબામાના રહેવાસી એક શખ્સ પર વાહન ચોરીનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં તેને એક રિપોર્ટર સાથે ફલર્ટિંગ પણ કર્યું અને તેણે એક મિનિટથી પણ ઓછા સમયમાં ભગવાનની મદદથી વાહન ચોરી કરવાની વાતનો સ્વીકાર કર્યો.

કેમેરા સામે કબૂલી વાત

ફૉક્સ ન્યૂઝમાં છપાયેલા સમાચાર પ્રમાણે WALA દ્વારા મળેલા વીડિયો શોટમાં દેખાય છે કે જેફરી મેકકેંટસને પોલીસ શનમાંથી બહાર લાવામાં આવી રહ્યો છે.

મહિલા રિપોર્ટરથી ફલર્ટ કરવા લાગ્યો શખ્સ

મેકકેંટસ પર ફાયર-રેસ્કયૂ વાહન ચોરી કરવાનો આરોપ છે. જ્યારે એક મહિલા રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે મેકકેંટસે કથિત રીતે વાહન કેમ ચોર્યું તો તેણે તેને ફલર્ટ કરતાં કહ્યું કે જો મારી પાસે તારા જેવી મહિલા હોત તો એ આવી રીતે ચોરી ના કરત. તેણે સ્પષ્ટ કહ્યું કે કથિત રીતે વાહન એટલા માટે ચોર્યું કારણ કે ભગવાને તેને આમ કરવા માટે કહ્યું હતું.

ચોરી કરવામાં ભગવાન કરે છે મદદ

વાહન ચોરીના આરોપીએ કહ્યું કે શું તમને ખબર છે? ભગવાન મને આ બધું કરવામાં મદદ કરે છે. સારું અને ખરાબ. હું બધું જ ચોરી લેતો, યાર. તે મને પોલીસથી દૂર થવામાં પણ મદદ કરે છે. પરંતુ આ વખતે નહીં. એટલું જ નહીં આરોપીએ એ પણ ચેતવણી આપી કે હું કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ પોલીસની ગાડી પણ ચોરી કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન