man falling into well while rescuing a snake see viral video
  • Home
  • Featured
  • સાપને બચાવવા કુવામાં ઉતર્યો આ શખ્સ, પરંતુ વીડિયોનો અંત જોઈ તમને ભારે અફસોસ થશે!

સાપને બચાવવા કુવામાં ઉતર્યો આ શખ્સ, પરંતુ વીડિયોનો અંત જોઈ તમને ભારે અફસોસ થશે!

 | 1:03 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કુવામાંથી સાપ બચાવતો એક માણસ બતાવવામાં આવ્યો છે. કેરળનો આ વીડિયો છે. આ વીડિયોનો અંત ખુબ જ ખરાબ આવે છે કે જે જોઈને બધાને દયા આવી રહી છે. વીડિયો ટ્વીવટ પર શેર કરવામાં આવ્યો છે અને હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ દોરડુ બાંધી કુવામાં ઉતરે છે અને સાપને બચાવવા મથામણ કરે છે. નીચે ઉતરીને ભારે જહેમત બાદ તે સાપની પુંછડી પકડે છે. એવામાં આખો સાપ જ માણસના શરીર પર લપેટાઈ જાય છે. ત્યારબાદ ઉપરથી લોકો દોરડું ખેંચે છે અને માણસ સાથે સાપ પણ ઉપર જવા લાગે છે. પરંતુ માણસ જેવો જ કાંઠે પહોંચે છે કે હાથ લપસે છે અને સાપ સાથે માણસ કુવામાં ખાબકે છે. આ સાથે જ વીડિયો પુરો થઈ જાય છે.

સાપને બચાવનાર માણસની ઓળખ શાગિલના નામથી થઈ છે. વીડિયો પ્રમાણે વાત કરીએ તો શાગિલ કેરળના થિરસુર જિલ્લાના પેરમંગલમ ગામમાં રહે છે અને વન વિભાગમાં કામ કરે છે. જુઓ આ ખતરનાક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન