મણિપુરનું રાજકારણ ગંદું છે, મારે સીએમ થવું છે : ઈરોમ શર્મિલા - Sandesh
  • Home
  • India
  • મણિપુરનું રાજકારણ ગંદું છે, મારે સીએમ થવું છે : ઈરોમ શર્મિલા

મણિપુરનું રાજકારણ ગંદું છે, મારે સીએમ થવું છે : ઈરોમ શર્મિલા

 | 4:41 am IST

શિલોંગ, તા. ૯

દુનિયાની સૌથી મોટી ભૂખ હડતાળનો મંગળવારે અંત આવ્યો હતો. દુનિયાભરમાં આયર્ન લેડી તરીકે જાણીતી મણિપુરની સામાજિક કાર્યકર્તા ઈરોમ શર્મિલાએ અફસ્પા કાયદા વિરૂદ્ધ શરૂ કરેલી ભૂખ હડતાળને ૧૬ વર્ષે પૂરી કરી હતી. તેણે મીડિયા સામે ભૂખ હડતાળ તોડી હતી. આ દરમિયાન તે રડી પડી હતી. તેણે જણાવ્યું કે, હું મણિપુરની સીએમ બનવા માગું છું. ચૂંટણી લડવા માગું છું. અહીંયાનું રાજકારણ ખૂબ જ ગંદુ છે. આ પહેલાં તેને કોર્ટ લઈ જવાઈ હતી જ્યાં તેને જામીન આપવામાં આવ્યા હતા. જજે પણ તેને ૧૦ હજારના બોન્ડ પર જામીન આપવા દરમિયાન શુભેચ્છા પાઠવી હતી.

ઈરોમે રડતા ચહેરે પોતાના ઉપવાસનો અંત આણ્યો હતો. તેણે જણાવ્યું કે, આ ક્ષણ મને આજીવન યાદ રહેશે. લોકો મને વિચિત્ર મહિલા તરીકે જૂએ છે. હું નથી ઈચ્છતી કે હવે તેમ બને. હું પણ સામાન્ય જ વ્યક્તિ છું. મને મણિપુરની આયર્ન લેડી કહેવામાં આવે છે અને હું મારું આ નામ સાર્થક બનાવવા કંઈપણ કરીશ. તેના કારણે જ હું રાજકારણમાં આવવા માગું છું. હું રાજકારણ અંગે ખાસ જાણતી નથી પણ હું મુખ્યમંત્રી બનવા માગું છું. મુખ્યમંત્રી બન્યા બાદ હું સૌથી પહેલું કામ અફસ્પાને દૂર કરવાનું કરવાની છું. ઘણા લોકોએ મારા આ પગલાંનો વિરોધ કર્યો છે. મને એ નથી સમજાતું કે કેટલાક કટ્ટરવાદીઓને મારા ચૂંટણી લડવા સામે શું વાંધો છે. મારા નજીકના લોકો પણ મારા આ નિર્ણયની વિરૂદ્ધ હતા પણ હું મક્કમ હતી. લોકો મને દેવી સમજે છે પણ હું ખરેખર તો સામાન્ય સ્ત્રી છું. હું ચૂંટણીપંચની સાથે મુલાકાત બાદ આગામી રણનીતિ તૈયાર કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન