Mark Zuckerberg Wants To Make Facebook The Metaverse
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફેસબૂક માત્ર એક સોશિયલ મીડિયા કંપની જ નહિ પણ બનશે મેટાવર્સ, થશે 3 અબજ ફેસબૂક યુઝર્સ પર અસર

ફેસબૂક માત્ર એક સોશિયલ મીડિયા કંપની જ નહિ પણ બનશે મેટાવર્સ, થશે 3 અબજ ફેસબૂક યુઝર્સ પર અસર

 | 11:44 am IST
  • Share

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં તેમની કંપનીના કર્મચારીઓ સાથેની બેઠકમાં જાહેરાત કરી કે ફેસબુક હવે ભવિષ્યમાં માત્ર એક સોશિયલ મીડિયા કંપની નહીં રહે અને તે મેટાવર્સ કંપની બનશે. આ સિવાય કંપની એમ્બોઈડેટ ઈન્ટરનેટ પર કામ કરશે. આનાથી વાસ્તવિક અને વર્ચ્યુઅલ વિશ્વનું કનેક્શન વધુ ગાઢ બનશે. આની અસર ફેસબુકના તમામ 3 અબજ વપરાશકર્તાઓ પર થશે.

વર્ચ્યુઅલ વિશ્વ અને ભૌતિક વિશ્વના સંયોજનનો ઉલ્લેખ કરતો શબ્દ છે મેટાવર્સ. માણસોએ ઓડિયો સ્પીકરથી ટેલિવિઝન સુધી ઘણી વસ્તુઓ વિકસાવી છે, જે આપણે આપણી ઇન્દ્રિયોથી અનુભવી શકીએ છીએ. આવી જ રીતે ભવિષ્યમાં મનુષ્ય સ્પર્શ અને ગંધ જેવી ઇન્દ્રિયો માટે ઉપકરણો વિકસાવશે. આ તકનીકોને વ્યક્ત કરવા માટે મેટાવર્સ શબ્દ બનાવવામાં આવ્યો છે.

મેટાવર્સ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 1992માં સાયન્સ ફિક્શન લેખક નીલ સ્ટીફન્સને તેમની નવલકથા સ્નો કેશમાં કર્યો હતો. નિષ્ણાતોના મતે, ‘મેટાવર્સ’ શબ્દ ‘મેટા’ અને ‘વર્સ’ થી બનેલા છે. તેનો અર્થ થાય છે બ્રહ્માંડની પાર. આ શબ્દ સામાન્ય રીતે ઇન્ટરનેટના ભાવિ પુનરાવૃત્તિના ખ્યાલને વર્ણવવા માટે વપરાય છે. આ કથિત વર્ચ્યુઅલ બ્રહ્માંડ 3D સાથે જોડાયેલું છે.

મેટાવર્સ વર્ચ્યુઅલ વિશ્વનો ઉલ્લેખ કરે છે જ્યાં ઘણી વખત ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને જમીન, ઇમારતો, અવતાર અને નામ પણ ખરીદી અને વેચી શકાય છે. આ વર્ચ્યુઅલ વિશ્વમાં લોકો મિત્રો સાથે ફરવા જઈ શકે છે, ઇમારતો પર જઈ શકે છે, સેવાઓ ખરીદી શકે છે અને ઇવેન્ટ્સમાં હાજરી આપી શકે છે.

કોરોનાવાયરસના રોગચાળા દરમિયાન મેટાવર્સના વિચાર વધુ લોકપ્રિય થયો છે કારણ કે લોકડાઉનમાં ઘરેથી કામ કરતી વખતે લોકો વ્યવસાય અને મનોરંજન બંને માટે ઓનલાઇન ટૂલ્સ તરફ વળ્યા છે. મેટાવર્સ, વર્કપ્લેસ ટૂલ્સથી લઈને ગેમ્સ અને કમ્યુનિટી પ્લેટફોર્મ સુધી વિવિધ પ્રકારની વર્ચ્યુઅલ વાસ્તવિકતાઓ આવરી લે છે.

વાસ્તવિક જીવનની સંપૂર્ણ નકલ કરતુ એક મેટાવર્સ કેટલી હદે શક્ય છે અથવા તેને વિકસિત થવામાં કેટલો સમય લાગશે તે અસ્પષ્ટ છે. પરંતુ બ્લોકચેન આધારિત મેટાવર્સમાં ઘણા પ્લેટફોર્મ હજુ પણ ઓગ્મેન્ટેડ રિયાલિટી (એઆર) અને વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ટેકનોલોજી વિકસાવી રહ્યા છે જે યુઝર્સને સ્પેસમાં ઇન્ટ્રેક્ટ થવાની તક આપશે.

ફેસબુક અને અન્ય મોટી કંપનીઓ માટે, ‘મેટાવર્સ’નો ખ્યાલ પ્રોત્સાહક છે. આ નવા બજારો, નવા પ્રકારના સોશિયલ નેટવર્ક, નવા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને નવા પેટન્ટ માટે તકો બનાવે છે. આ વિચાર ભૌતિક અવરોધોને પાર કરીને નવી સંભાવનાઓને પણ જન્મ આપે છે. સાથે જ આ ટેકનોલોજીથી સમાજની સમસ્યાઓના સમાધાન શોધવાનું પણ શક્ય છે. સ્માર્ટફોન, 5G, વર્ચ્યુઅલ રિયાલિટી અને સોશિયલ મીડિયા સાથે મળીને ખૂબ સારા પરિણામ આપી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો