તમારા ફ્રેન્ડસને લગ્નમાં આપો આ ગિફ્ટ્સ, અને બનાવો પ્રસંગને યાદગાર - Sandesh
  • Home
  • Lifestyle
  • તમારા ફ્રેન્ડસને લગ્નમાં આપો આ ગિફ્ટ્સ, અને બનાવો પ્રસંગને યાદગાર

તમારા ફ્રેન્ડસને લગ્નમાં આપો આ ગિફ્ટ્સ, અને બનાવો પ્રસંગને યાદગાર

 | 4:36 pm IST
  • Share

લગ્ન પ્રસંગે શું ગિફ્ટ આપવી એ સૌથી મોટો પ્રશ્ન હોય છે. અહીં મોટા ભાગના લોકો સેફ રસ્તારૂપે કેશ એટલે કે ચાંદલો લખાવી દેવાનું પસંદ કરતા હોય છે. વિચાર એ પણ સારો જ છે, પરંતુ ગિફ્ટની વાત કંઈ અલગ જ હોય છે. પૈસાની ગણતરી થાય છે, પરંતુ ગિફ્ટમાં આપેલી ચીજ હંમેશાં યાદ રાખવામાં આવે છે. તો જોઈએ આજના જમાનામાં લગ્નમાં કેવી ગિફ્ટ્સ આપી શકાય.

સિલ્વર કોઇન એન્ડ એસેસરીઝ
સોના અને ચાંદીની ચીજો ગિફ્ટમાં મળે એ કોને ના ગમે? જોકે સોનાની ચીજો ગિફ્ટમાં આપવા માટે ન પરવડતી હોય તો સિલ્વર પણ લગ્નમાં આપવા માટે હિટ છે. ચાંદીના કોઇન્સ ગિફ્ટ કરી શકાય. આ સિવાય આ વર્ષે જર્મન સિલ્વરની ડેકોરેટિવ એક્સેસરીઝ પણ ગિફ્ટિંગ માટે લોકો પસંદ કરી રહ્યા છે.

સ્પા વાઉચર્સ
આજે સ્ત્રીઓ અને પુરુષો બન્ને સ્પામાં જવાનું પસંદ કરે છે. લગ્નમાં થાક લાગ્યા પછી કપલને  સ્પામાં જઈને રિલૅક્સ થવાનો મોકો આપવામાં આવે તો માનસિક અને શારીરિક બન્ને રીતે શાંતિ મળશે. આજકાલ સ્પાનાં વાઉચર ગિફ્ટિંગમાં આપવાનું ચલણ છે. જોકે એ આપતાં પહેલાં સામેવાળી વ્યક્તિને સ્પામાં જવું પસંદ છે કે નહીં એ જાણી લેવું.

હોમ ડેકોર એસેસરીઝ
ઘર-સજાવટની ચીજો ગિફ્ટિંગના ઓપ્શનમાં લોકોની ફેવરિટ બની ગઈ છે. દરેક વ્યક્તિને ઘરની સજાવટ કરવાનો ખૂબ શોખ હોય છે અને એમાં જો તેને પોતાની ફેવરિટ ચીજ ગિફ્ટ તરીકે મળી જાય તો ખુશી થાય છે. લગ્ન બાદ નવું ઘર વસાવવું પડે કે ઘરમાં ડેકોરેશન કરવું હોય તો હોમ ડેકોર એસેસરીઝમાં ડેકોરેટિવ કેન્ડલ-સ્ટેન્ડ, દીવા, શો-પીસ, ફોટો-ફ્રેમ્સ અને નાની મૂર્તિઓને ગિફ્ટમાં આપવા માટે લોકો પસંદ કરી રહ્યા છે.

ઘડિયાળ
લક્ઝરી ઘડિયાળ ગિફ્ટમાં આપવાનું ચલણ પણ હવે વધ્યુ છે. દરેક વ્યક્તિને ઘડિયાળ પહેરવી ગમે છે અને જો તેને ગિફ્ટમાં આપવામાં આવે તો એ વાપરી પણ શકે છે. કપલને મેચિંગ કપલ વોચ પણ તમે આપી શકો છો. આવી ઘડિયાળથી બન્ને માટે જુદી-જુદી ગિફ્ટ ખરીદવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. આ સિવાય જ્વેલ વોચ કે ડાયમન્ડ સ્ટડેડ વોચનો પર્યાય પણ સારો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો