PICS: વડાપ્રધાનના મંત્રીના લગ્નમાં, મોદી સહિત કેબિનેટ પ્રધાનો ઉપસ્થિત રહ્યાં - Sandesh
  • Home
  • India
  • PICS: વડાપ્રધાનના મંત્રીના લગ્નમાં, મોદી સહિત કેબિનેટ પ્રધાનો ઉપસ્થિત રહ્યાં

PICS: વડાપ્રધાનના મંત્રીના લગ્નમાં, મોદી સહિત કેબિનેટ પ્રધાનો ઉપસ્થિત રહ્યાં

 | 9:10 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના એક પ્રધાનના લગ્નમાં હોંશે હોંશે ઉપસ્થિત રહ્યા હતાં. કેન્દ્રના ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોના રાજ્ય કક્ષાના પ્રધાન બાબુલ સુપ્રીયોએ મંગળવારે તેમની એરહોસ્ટેસ મંગેતર રચના શર્મા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં.

babul-1-wb

દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં યોજાયેલા લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, ગૃહપ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર અને જિતેન્દ્રસિંહ, સાંસદ મનોજ તિવારી અને બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત બોલિવૂડના બાબુલના ખાસ મિત્ર અનુ મલિક, પાર્શ્વગાયક શાન સહિતના અનેક સિતારાઓએ પણ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સુપ્રીયોના આ બીજા લગ્ન છે. અગાઉ તેમના લગ્ન રિયા સાથે 1995માં થયા હતાં અને તેમને શર્મીલી નામની એક પુત્રી પણ છે. શર્મીલીનો જન્મ 2002માં થયો હતો.

બાબુલ અને રચનાની લવસ્ટોરી ફિલ્મ જેવી જ છે. રચના જલંધરના છે. જોકે છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ પરિવાર સાથે કોલકાતામાં ઠરીઠામ થયેલા છે. સુપ્રીયો અને રચનાની પ્રથમ મુલાકાત 2014માં કોલકાતાથી મુંબઈ ફલાઈટમાં થઈ હતી. પ્રથમ મુલાકાતમાં જ સુપ્રીયોએ રચનાનું નામ અને નંબર પૂછી લીધા હતાં. ત્યારપછી બંને વચ્ચે વારંવાર વાત થવા લાગી હતી અને ધીમે ધીમે પ્રેમ પાંગર્યો હતો. હવે આ પ્રેમ લગ્નમાં ફેરવાઈ ગયો છે.

બાબુલ સુપ્રીયો પશ્ચિમ બંગાળના અસનસોલના ભાજપના સાંસદ છે. 2014માં તેમને વિશિષ્ટ સંજોગોમાં લોકસભાની ટિકિટ મળી હતી. સુપ્રીયો બાબા રામદેવ સાથે વિમાની મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે બંને વચ્ચે કોઈક વાત થઈ હતી અને સુપ્રીયોને ભાજપની ટિકિટ પાકી થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન