મંગળ ઉપર હેલિકોપ્ટર ઇન્જેન્યૂટીની સફળ ઉડાન : નાસાએ ઇતિહાસ રચ્યો   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • મંગળ ઉપર હેલિકોપ્ટર ઇન્જેન્યૂટીની સફળ ઉડાન : નાસાએ ઇતિહાસ રચ્યો  

મંગળ ઉપર હેલિકોપ્ટર ઇન્જેન્યૂટીની સફળ ઉડાન : નાસાએ ઇતિહાસ રચ્યો  

 | 2:55 am IST
  • Share

વોશિંગ્ટન :

નાસાનું હેલિકોપ્ટર ઇન્જેન્યૂટી બીજા ગ્રહ પર પ્રથમ સફળ પાવર્ડ ફ્લાઇટ પૂર્ણ કરનાર પ્રથમ ક્રાફ્ટ બન્યું છે, તેમ નાસાએ સોમવારે જાહેરાત કરી હતી. લાલ ગ્રહ મંગળ પરથી ૧૮ કરોડ માઇલ્સનો પ્રવાસ કરીને પૃથ્વી પર આવતાં ડેટા માટે ત્રણ કલાક રાહ જોયા બાદ નાસાએ આ જાહેરાત કરી હતી. આમ મંગળ ગ્રહ પર પ્રથમવાર હેલિકોપ્ટર ઇન્જેન્યૂટીની સફળ ઉડાન સાથે નાસાએ ઈતિહાસ રચ્યો છે. ૦૮:૩૪ BSTએ લાલ ગ્રહ પર પહેલી ફ્લાઇટ ઊપડી હતી. ૪lbના ઇન્જેન્યૂટીએ તેની કાર્બન ફાઇબરની બનેલી પાંખોની મદદથી ૨,૫૦૦rpmની ઝડપે ઊડયું હતું, તે હવામાં ૧૦ ફૂટ ઊંચે ગયું હતું, આસપાસ ફરીને ફોટોગ્રાફ્સ ઝડપ્યા હતા અને ફરી લેન્ડ થયું હતું. નાસાએ જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસોમાં ફરીથી હેલિકોપ્ટર બેકઅપ મોકલશે, જેથી ઇન્જેન્યૂટી ૧૦ ફૂટથી વધારે ઊંચે ઊડી શકશે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે આગળ ઉપર વધારે સાહસિક ઉડાનોની હારમાળા સર્જવા આશા રાખવામાં આવે છે.

ઇન્જેન્યૂટીએ હવામાં ૩૯.૧ સેકંડ ગાળી

નાસાએ જણાવ્યું હતું કે ઇન્જેન્યૂટીએ હવામાં ૩૯.૧ સેકંડ ગાળી હતી. મંગળ પર ઉડાન વાસ્તવમાં એક પડકાર જ હતો કેમ કે જમીન સ્તર પર ગ્રહનું વાતાવરણ પૃથ્વીની સરખામણીએ ફક્ત એક ટકા છે. અત્રે નોંધનીય છે કે, મૂળ કાર્યક્રમ અનુસાર ઇન્જેન્યૂટી ૧૧ એપ્રિલે ઊડવાનું હતું પરંતુ ફ્લાઇટ કન્ટ્રોલ સોફ્ટવેરની સંસ્યાના કારણે ઉડાનમાં વિલંબ થયો હતો. નાસાના એન્જિનિયર્સે કન્ટ્રોલ સિસ્ટમ સોફ્ટવેર બદલ્યું હતું અને ઇન્જેન્યૂટીને ઉડવા સક્ષમ બનાવ્યું હતું. ઇન્જેન્યૂટી મંગળના વધુ વ્યાપક આંકડા મોકલી શકશે જો નાસા બેકઅપ મોકલ્યા બાદ ઇન્જેન્યૂટીને વધુ મોટી ઉડાન માટે સક્ષમ બનાવી શકશે તો આ અમેરિકન હેલિકોપ્ટર મંગળ ગ્રહના આ સ્થાનોના આંકડા લાવવા સક્ષમ બનશે કે જ્યાં પર્સીવરન્સ રોવર પહોંચી શકે તેમ નથી. ઇન્જેન્યૂટીની મંગળ ગ્રહ પરની ઉડાન એક મહત્ત્વપૂર્ણ સફળતા છે. આ હેલિકોપ્ટરને પર્સીવરન્સ રોવર સાથે જોડીને મંગળ પર ઉતારવામાં આવ્યું હતું. જિજેરો ક્રેટરમાં આ રોવર ૧૮ ફેબ્રુઆરીએ પહોંચી ગયું હતું. નોંધનીય છે કે હેલિકોપ્ટરે ઉડાન ભર્યા બાદ લગભગ ત્રણ કલાક બાદ નાસાને આંકડા મળવા શરૂ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન