Maskless young man had fine by Surat Police
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરત: માસ્કનો દંડ…પોલીસવાનમાંથી કૂદેલો યુવાન કોમામાં સરી ગયો

સુરત: માસ્કનો દંડ…પોલીસવાનમાંથી કૂદેલો યુવાન કોમામાં સરી ગયો

 | 11:07 am IST
  • Share

સુરતના વેસુ વી.આઇ.પી. રોડ ઉપર માસ્કનો દંડ ભરવાનો ઇન્કાર કરનાર યુવાનને પોલીસવાનમાં બેસાડતાં યુવાન ચાલુ વાનમાંથી કૂદી પડયો હતો. નીચે પટકાવાને કારણે માથામાં ગંભીર ઇજા સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા આ યુવાનને માથામાં છ ફ્રેક્ચરની ઇજા સાથે કોમા જેવી સ્થિતિમાં સરી પડતાં પરિવારજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

ઉમરા પોલીસ મથકની ઉમરા-થ્રી મોબાઇલ વાન ગુરુવારે રાત્રે નવ વાગ્યે વેસુ વી.આઇ.પી. રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી. માસ્કનો દંડ ઉઘરાવવાની લાયમાં એન્જિન કાફે પાસે કેટલાક યુવાનોએ માસ્ક વિના ઊભા હોવાના નામે સમીર કામીલ અંસારી (રહે. ગુલશનપાર્ક સોસાયટી, વરિયાવી બજાર)ને પકડીને વાનમાં બેસાડી દીધો હતો. બીજા શખ્સો ભાગી ગયા હતા ત્યારે આ એક યુવાને જાણે મોટો ગુનો કર્યો હોય તેમ પોલીસે તેને 1000 રૂપિયા દંડ ભરવા દબાણ કર્યું હતું. યુવાને તે આપવાનો ઇન્કાર કરતાં ડિટેઇન કરી વાનમાં બેસાડી દીધો હતો.

વી.આઇ.પી. રોડ ગેઇલ કોલોની પાસે ચાલુ વાનમાંથી સમીરે બહાર કૂદકો માર્યો દીધો હતો. રોડ ઉપર ચત્તો પડવાને કારણે આ યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઇજા સાથે એપલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે, અકસ્માતને કારણે યુવાન નાજુક સ્થિતિમાં પહોંચી ગયો છે. માથામાં છ ફ્રેક્ચર સાથે કોમા જેવી સ્થિતિમાં સરી પડેલા યુવાનના સંબંધીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. આ યુવાનને દંડા પણ માર્યા હોવાના આક્ષેપ સાથે જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.

એ.સી.પી.ને તપાસ સોંપવામાં આવી છે
આ મામલાની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઇ છે. આ યુવાન કયા સંજોગોમાં નીચે પડયો અને તેના શરીરે મારની કોઇ ઇજા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. તે માટે એ.સી.પી. કક્ષાના અધિકારી ઇન્કવાયરી કરશે. જો કોઇ કસૂરવાર હશે તો પગલાં લેવાશે. – પન્ના મોમાયા (ડી.સી.પી.-સુરત શહેર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન