mata vaishno devi yatra may start soon ready with guidelines
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભક્તો માટે મોટા સમાચાર, વૈષ્ણો દેવી મંદિર નિયમો સાથે ટૂંક સમયમાં જ કરવામાં આવશે શરૂ

ભક્તો માટે મોટા સમાચાર, વૈષ્ણો દેવી મંદિર નિયમો સાથે ટૂંક સમયમાં જ કરવામાં આવશે શરૂ

 | 7:03 pm IST
  • Share

જમ્મુ-કાશ્મીરમાં રિયાસી જિલ્લાના ત્રિકુટા ટેકરીઓ પર માતા વૈષ્ણોદેવીનું પવિત્ર ગુફા મંદિર કોવિડ -19ને લીધે લાંબા સમયથી ભક્તો માટે બંધ છે. આ દિવસોમાં દેશભરમાં ધાર્મિક સ્થળો ખુલવાનું શરૂ થયું છે, પરંતુ માતા વૈષ્ણોદેવી મંદિર હજી પણ લોકો માટે બંધ છે. હવે એવું જાણવા મળ્યું છે કે માતા વૈષ્ણોદેવીનું મંદિર ખોલવા માટે શ્રાઇન બોર્ડ ફરીથી તૈયારી કરી રહ્યું છે. શ્રાઇન બોર્ડ આ માટે એસઓપી પણ તૈયાર કરી રહ્યું છે.

મીડિયાને સંબોધન કરતાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ રમેશ કુમારે કહ્યું કે મંદિરમાં જાહેર દર્શન માટે એસ.ઓ.પી. તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે માહિતી આપી કે બોર્ડ દરરોજ ફક્ત 5000 થી 7000 શ્રદ્ધાળુઓને પરવાનગી આપશે. આવી અલગ અલગ યોજના પર વિચાર કરી રહ્યું છે. તેમજ કટારા પહોંચતા પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની પણ તૈયારી ચાલી રહી છે.

એક વેબસાઇટ સાથે વાત કરતાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના પૂજારીએ કહ્યું કે, ‘500 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે લોકોને માતાના દર્શન કરવાથી અટકાવવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પણ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર ક્યારેય બંધ ન હતું, પરંતુ કોરોનાને કારણે ચેપ ન લાગે એ માટે આવું કરવું પડ્યું છે. ‘

મળતી માહિતી મુજબ કટારાના એન્ટ્રી પોઇન્ટ પર માતાના દર્શન કરવા આવતા યાત્રાળુઓને સ્ક્રીનીંગ કરવાની તૈયારી ચાલી રહી છે. ઉપરાંત ભક્તોને પ્રવાસ શરૂ કરતા પહેલા COVID-19 ટેસ્ટ પ્રમાણપત્ર રજૂ કરવાનું કહેવામાં આવી શકે છે. તમામ યાત્રિકોમાં સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે તેને નાના ગૃપોમાં વહેંચવામાં આવશે અને પ્રવાસ પર મોકલવામાં આવશે એવી પણ વાતો સામે આવી રહી છે. તેમજ મુસાફરી અને દર્શન દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. શ્રાઇન બોર્ડ યાત્રા રૂટ પર ઘણા સ્થળોએ હેન્ડ સેનિટાઇઝર રાખવાનો પણ પ્લાન બનાવી રહ્યું છે.

આ સાથે જ વાત કરીએ તો મંદિરની અંદર કોઈ પુજારી ભક્તોના કપાળ પર તિલક લગાવશે નહીં. 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન્સને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોરોના શંકાસ્પદ લોકોએ આરોગ્યની તપાસ કરવી પડશે. એવા સમાચાર પણ છે કે માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે ધર્મસ્થળમાં વિવિધ સ્થળોએ પોતાના કર્મચારીઓને તૈનાત કરવાનું શરૂ કર્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન