Matthew-Wade will retire after next year's T20 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ બાદ આ સ્ટાર ખેલાડીએ આપ્યો ઝટકો, જલદી લેશે સંન્યાસ

ટી-20 વર્લ્ડકપ બાદ આ સ્ટાર ખેલાડીએ આપ્યો ઝટકો, જલદી લેશે સંન્યાસ

 | 4:38 pm IST
  • Share

  • ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ખેલાડી સંન્યાસ લેશે
  • ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર-બેટ્સમેન મેથ્યુ વેડનો નિર્ણય
  • આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડકપ બાદ સંન્યાસ લઇશ: વેડ

ઓસ્ટ્રેલિયાની ટીમે ટી-20 વર્લ્ડકપ 2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. પરંતુ તે પહેલા ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની મેચનો હીરો ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર અને બેટ્સમેન મેથ્યુ વેડ રહ્યો હતો. પરંતુ વર્લ્ડકપ બાદ વેડે એક મોટો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન અને વિકેટકીપર મેથ્યુ વેડે ગુરુવારે ખુલાસો કર્યો હતો કે, તે આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડકપ બાદ સંન્યાસ લેશે. તેણે આ વિશે એમ પણ કહ્યું કે,‘ઈજાના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં લગભગ બહાર થઈ ગયો હતો. વેડે કહ્યું,‘આ મારી આગામી પ્રેરણા હશે. આશા છે કે તે વર્લ્ડકપ પણ જીતીશ અને ટાઈટલનો બચાવ કરીશ, ત્યારબાદ હું સંન્યાસ લઈ શકીશ. વેડ બિગ બેશ લીગમાં તસ્માનિયા અને હોબાર્ટ હરિકેન માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા છે.

પાકિસ્તાન વિરૂદ્ધ બન્યો હતો હીરો

વેડ પાકિસ્તાન વિરૂદ્ધ બીજી સેમીફાઇનલ મેચમાં જીતનો હીરો બન્યો હતો. તેણે 17 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેની બેટિંગમાં પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદીની ઓવરમાં સિક્સરની હેટ્રીક પણ સામેલ છે. જેના કારણે મેચમાં તેની ટીમને જીત મળી હતી. ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં વેડને બેટિંગ કરવાની જરૂ ન હતી કારણ કે ઓસ્ટ્રેલિયાએ દુબઇમાં 8 વિકેટે મેચ જીતી ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો